Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદ: IIMAમાં યોજાયો 54મો પદવીગ્રહણ સમારોહ

અમદાવાદ: IIMAમાં યોજાયો 54મો પદવીગ્રહણ સમારોહ

17 March, 2019 06:23 PM IST | અમદાવાદ

અમદાવાદ: IIMAમાં યોજાયો 54મો પદવીગ્રહણ સમારોહ

યોજાયો 54મો પદવીગ્રહણ સમારોહ

યોજાયો 54મો પદવીગ્રહણ સમારોહ


ગુજરાતમા આવેલી બિઝનેસ સ્કૂલ IIMA (Indian Institute of Management)માં 54મો કોન્વોકેશન ફંકશન યોજવામાં આવેલું હતું. આ પ્રસંગે IIMAમાંથી આ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે. આ વર્ષે યોજાયેલા કોન્વોકેશનમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પહેલીવાર ડિપ્લોમા ઈન બિઝનેસની જગ્યાએ MBAની ડિગ્રી આપવામાં આવી હતી.

IIMAની શરુઆતથી અહીથી પાસઆઉટ થતા વિદ્યાર્થીઓને IIM 2017 બિલ અનુસાર ડિપ્લોમાં ડિગ્રી આપવામાં આવતી હતી જો કે કેન્દ્રિય સરકારના મોટા નિર્ણયને આધારે આ વર્ષ પાસ થયેલા વિદ્યાર્થીઓને માસ્ટર્સની ડિગ્રી આપવામાં આવી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સહિત તેમના માતા-પિતાઓએ પણ હાજરી આપી હતી.



 


આ પણ વાંચો: પોરબંદરઃ લોકસભાની ચૂંટણી પહેલા આહીર સમાજનું વિરોધ પ્રદર્શન

 


આ વર્ષે 137 વિદ્યાર્થીઓ IIMAમાંથી પાસઆઉટ થયા હતા જેમને IIMAના ચેરમેન અને ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ કુમાર મંગલમ બિરલા અને ડિરેક્ટર પ્રોફેસર એરોલ ડીસોઝા સહિત ચીફ ગેસ્ટ કૌશિક બાસુની હાજરીમા તમામ વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

17 March, 2019 06:23 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK