બાવન વર્ષની મહિલાએ ટ્રિપ્લેટ્સને જન્મ આપ્યો

Published: 3rd November, 2011 21:57 IST

નવી દિલ્હી: તાજેતરમાં ૫૨ વર્ષની મહિલાએ ફરીદાબાદની પ્રાઇવેટ હૉસ્પિટલમાં ટ્રિપ્લેટ્સને જન્મ આપ્યો હતો. ડૉક્ટરોએ કહ્યું હતું કે મહિલા કુદરતી રીતે ગર્ભવતી બની શકતી ન હોવાથી તેના પર ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન (આઇવીએફ) ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 

એશિયન ઇઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસના ગાયનેકોલૉજી અને ઑબ્સ્ટેટિક્સનાં વડાં ડૉ. અનિતા કાન્તે કહ્યું હતું કે ‘પેશન્ટની ગર્ભાવસ્થાનું ૩૦મું અઠવાડિયું ચાલુ હતું. તેણે ડ્યુ ડેટનાં ૧૦ અઠવાડિયાં પહેલાં બાળકોને જન્મ આપ્યો હતો. તેને હાઈ બીપી અને લિવરનો પ્રૉબ્લેમ હોવાથી ઇમર્જન્સી ડિલિવરી કરવી પડી હતી. પહેલું બાળક ૧.૪૭૪ કિલો, બીજું બાળક ૧.૨૭૭ કિલો અને ત્રીજું બાળક ૧.૬૫૪ કિલોનું હતું. માતા અને બાળકોની તબિયત સારી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK