વડા પ્રધાનના ઠીક હૈ શબ્દોના વિવાદમાં દૂરદર્શને પાંચ જણને સસ્પેન્ડ કરી દીધા

Published: 26th December, 2012 05:35 IST

ગૅન્ગ-રેપને મુદ્દે સોમવારે દેશને કરેલા સંબોધનના અંતે વડા પ્રધાને બોલેલા ‘ઠીક હૈ?’ શબ્દો ટેલિકાસ્ટ થઈ જવાની ઘટનામાં દૂરદર્શને પાંચ જણને સસ્પેન્ડ કર્યા છે.

વડા પ્રધાનના સંદેશને રેકૉર્ડ કરવા માટે દૂરદર્શનની ટીમ સમયસર પહોંચી શકી ન હતી. એ પછી સમાચાર એજન્સી એશિયન ન્યુઝ ઇન્ટરનૅશનલ (એએનઆઇ)ની ટીમ પાસે સંદેશાનું વિડિયો રેકૉર્ડિંગ કરવામાં આવ્યું હતું. જોકે એડિટિંગમાં વડા પ્રધાનના ‘ઠીક હૈ’ શબ્દો કાઢી નાખવાનું રહી ગયું હતું. આ છબરડાને કારણે કાલે ટ્વિટર અને ફેસબુક જેવી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર મનમોહન સિંહને લઈને રમૂજી કૉમેન્ટ્સનો મારો થયો હતો. ટ્વિટર ટ્રેન્ડઝમાં સોમવારે ‘ઠીક હૈ’ ટૉપ પર હતું, એટલે કે સોમવારે આ શબ્દો ટ્વિટર પર સૌથી વધુ ચર્ચામાં હતા. દૂરદર્શનની ટીમનું કહેવું છે કે તમામ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હોવાથી તેમને પહોંચવામાં મોડું થયું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK