રાજસ્થાનમાં ૪૧૦ ડૉક્ટરોની અરેસ્ટ
ડૉક્ટરોની હડતાળને કારણે સારવાર ન મળી શકતાં અત્યાર સુધીમાં ૫૦ જણનાં મોત થયાં છે, જેમાં ૪૫ વર્ષના એક અફઘાનિસ્તાની નાગરિકનો પણ સમાવેશ છે. ૨૧ ડિસેમ્બરથી ડૉક્ટરો સ્ટ્રાઇક પર ઊતર્યા છે. રવિવારે ૧૦ ચીફ મેડિકલ ઑફિસર, બે મેડિકલ અને એક હેલ્થ ઑફિસરને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા.