આ છે ઇરાકમાંના 4000 વર્ષ જૂના ભગવાન રામના ભીંતચિત્રો

Published: Jun 27, 2019, 12:02 IST | બગદાદ

ભારતનું એક પ્રતિનિધિમંડળ તાજેતરમાં ઇરાકની મુલાકાતે ગયું હતું.

રામના ભીંતચિત્રો
રામના ભીંતચિત્રો

ભારતનું એક પ્રતિનિધિમંડળ તાજેતરમાં ઇરાકની મુલાકાતે ગયું હતું. જોકે, તેમને ત્યાં જે જોવા મળ્યું હતું એનાથી પ્રતિનિધિમંડળના સભ્યો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. વાત એવી છે કે આ પ્રતિનિધિમંડળને લગભગ ૪૦૦૦ વર્ષ જૂનાં કેટલાંક ભીંતચિત્રો જોવા મળ્યાં છે. આ ભીંતચિત્રો વિશે અયોધ્યા શોધ સંસ્થાનનો દાવો છે કે, એ ભગવાન રામનાં છે.

ઇરાકના દબંદ ઈ બેલુલા નામથી ઓળખાતા ખડકમાં આ ચિત્ર જોવા મળ્યું છે. આ વિસ્તાર ઈરાકના હોરેન શેખાન વિસ્તારમાં એક સાંકડા રસ્તા પર આવેલો છે. ખડકમાં જોવા મળેલા આ ચિત્રમાં ધનુષ પર તીર ચઢાવીને નિશાન લઈ રહેલા રાજાને જોઈ શકાય છે. ખભા પર તીરનું ભાથું છે અને કમરપટ્ટા પર એક તલવાર લટકાવેલી છે. તેની સાથે એક બીજું ચિત્ર જોવા મળે છે. આ અંગે અયોધ્ય શોધ સંસ્થાનના ડાયરેક્ટર યોગેન્દ્ર પ્રતાપ સિંહ કહે છે કે આ છબિ હનુમાનજીની છે. જોકે ઇરાકના નિષ્ણાતોનો દાવો અલગ છે. તેમના કહેવા પ્રમાણે આ ચિત્ર પહાડી વિસ્તારમાં રહેતી જનજાતિના પ્રમુખ ટાડુર્‍નીની છે.

આ પણ વાંચો : જીવનની શોધમાં મળ્યું મોત: દરિયાકિનારે પિતા-પુત્રીના મૃતદેહ મળી આવ્યા

અયોધ્યા શોધ સંસ્થાનનું કહેવું છે કે ઇરાકમાં મળી આવેલા આ નિશાન કહી રહ્યા છે કે ભગવાન રામ માત્ર પુરાણકથા નથી. તેમનું અસ્તિત્વ એક સત્ય છે. સિંધુ ખીણ અને મેસોપોટેમિયાની સભ્યતાઓ વચ્ચે સંબંધ સ્થાપિત કરવા માટેનો આ પહેલો અધિકારીક પ્રયાસ હતો. મેસોપોટેમિયાના એક હિસ્સા પર ઇસવીસન પૂર્વે ૪૫૦૦થી ૧૯૦૦ વર્ષની વચ્ચે સુમેરિયો નામની પ્રજાતિનું શાસન હતું. તેઓ ભાતર આવ્યા હતા અને સિંધુ ખીણ સભ્યતા સાથે જોડાયા હતા તેનું પ્રમાણ આ ભીંતચિત્ર છે. હવે યુપીના સાંસ્કૃતિક વિભાગે આ ભીંતચિત્રની પ્રતિકૃતિ પ્રા કરવા માટે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે જેને અયોધ્યામાં મૂકવાની યોજના છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK