ઍર ઇન્ડિયાનું બોઇંગ 747 વિમાન વુહાનમાં ફસાયેલા 400 ભારતીયોને ઍરલિફ્ટ કરશે

Published: Feb 01, 2020, 10:03 IST | Wuhan

ચીનના વુહાનમાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવા માટે દિલ્હી એરપોર્ટથી એક વિમાન ચીન રવાના થઈ ગયું છે.

ચીનના વુહાનમાં અટવાયેલા ભારતીયોને લાવવા માટે દિલ્હી ઍરપોર્ટ પર ઊભેલું વિમાન.
ચીનના વુહાનમાં અટવાયેલા ભારતીયોને લાવવા માટે દિલ્હી ઍરપોર્ટ પર ઊભેલું વિમાન.

ચીનના વુહાનમાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવા માટે દિલ્હી એરપોર્ટથી એક વિમાન ચીન રવાના થઈ ગયું છે. એર ઇન્ડિયાનું બોઈંગ ૭૪૭ વિમાન વુહાનમાં ફસાયેલા અંદાજે ૪૦૦ ભારતીયોને એર લિફ્ટ કરશે. દરેક ભારતીયોને ભારત પરત લાવ્યા પછી હરિયાણાના માનેસરમાં બનાવવામાં આવેલી એક શિબિરમાં રાખવામાં આવશે. આ શિબિર ભારતીય સેનાએ તૈયાર કરી છે. તેમાં લગભગ ૩૦૦ વિદ્યાર્થીઓને રાખવાની ક્ષમતા છે. અહીં ડૉક્ટર્સની એક ટીમ અને સ્ટાફના ઑબ્ઝર્વેશનમાં આ વિદ્યાર્થીઓને રાખવામાં આવશે. દરેકને બે તબક્કામાંથી પસાર થવું પડશે. પહેલાં તબક્કામાં દરેકનું અૅરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવશે અને પછી તેમને માનેસર શિબિર લઈ જવામાં આવશે. જો કોઈને કોરોના વાઇરસનું ઇન્ફેક્શન હશે તો તેમને દિલ્હી કેન્ટ બેઝ હૉસ્પિટલ લઈ જવામાં આવશે.

આ પણ વાંચો : ચીનમાં કુલ 213નાં મોત, દુનિયાભરમાં કુલ 8200 કરતાં વધુ દર્દીઓ

વુહાનમાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવા માટે એર ઇન્ડિયાનું એક વિમાન ૧૨ વાગે ચીન જવા નીકળ્યું અને આજે બપોરે ૨ વાગે પરત આવશે. આ પ્લેનમાં અંદાજે ૪૦૦ ભારતીયોને ભારત પરત લાવવામાં આવશે. ચીનના વુહાનમાં અંદાજે ૫૦૦ ભારતીયો ફસાયેલા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK