પતિને છૂટાછેડા આપીને આ સોશ્યલ મીડિયા સ્ટારે 20 વર્ષના સાવકા દીકરા સાથે કર્યા લગ્ન!

Published: 18th July, 2020 19:18 IST | Gujarati Mid-day Online Correspondent | Russia

રશિયન સોશ્યલ મીડિયા સ્ટાર મરીના બાલમશેવા ગર્ભવતી છે અને સાવકા દીકરા સાથે લગ્ન કરી લીધા છે

મરીના બલમશેવા અને વ્લાદિમીર (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)
મરીના બલમશેવા અને વ્લાદિમીર (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)

તાજેતરમાં સોશ્યલ મીડિયા પર 35 વર્ષીય રશિયન સોશ્યલ મીડિયા સ્ટાર મરીના બલમશેવા બહુ ચર્ચામાં છે. તેનું કારણ છે સાવકા દીકરા સાથે કરેલા લગ્ન.

મરીના બલમશેવા પૂર્વ પતિ એરે અને તેના 20 વર્ષના દીકરા સાથે દસ વર્ષ કરતાં વધુ સમયથી રહેતી હતી. હવે તેને એરે સાથે દસ વર્ષ બાદ છૂટાછેડા લઈ લીધા છે. તે બાદ તેણે પોતાના ઓરમાન દિકરા સાથે લગ્ન કરી લીધાં. સોશિયલ મીડિયા પર તેણે  આ વિશે જણાવ્યા બાદથી તે ખૂબ ચર્ચામાં છે. મરીનાએ જણાવ્યું હતું કે, ડિવોર્સ બાદ તેને 20 વર્ષના ઓરમાન દિકરા વ્લાદિમીર સાથે પ્રેમ થઇ ગયો અને બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. બન્ને 2020ની શરૂઆતમાં લગ્ન કરવાના હતાં પરંતુ કોરોના વાયરસ મહામારીના કારણે તેમને લગ્ન ટાળવા પડ્યા હતા. આખરે ગત અઠવાડિયે તેમણે લગ્ન કરી લીધાં. બંનેના હવે એરે સાથે કોઈ સંબંધ નથી. મરીના પ્રેગનેન્ટ છે અને બંને કોઇ મોટા શહેરમાં શિફ્ટ થવા જઇ રહ્યાં છે.

મરીના અને વ્લાદિમીરે લગ્નના ફોટો અને વીડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યા છે. મરીનાએ વજન ઘટાડવાનું પોતાની જરની શૅર કરતાં એક ડોક્યુમેન્ટ્રીમાં કામ કર્યુ હયું. જે બાદ તે લાઇમલાઇટમાં આવી હતી. અત્યારે બન્નેના સોશ્યલ મીડિયા પોસ્ટ બહુ વાયરલ થઈ રહ્યાં છે. જેમાં તે ડૉક્યુમેન્ટ સાઈન કરતાં અને લગ્નનું સેલિબ્રેશન કરતા નજરે પડે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK