વિદેશમાં ફસાયેલા ૩૩૦૦ ભારતીયોને કોરોના પૉઝિટિવ, ૨૫નાં મોત

Published: Apr 18, 2020, 16:57 IST | Gujarati Mid-day Correspondent | New Delhi

મોટાભાગના સંક્રમિત દરદીઓ કુવૈત અને સિંગાપોરમાં છે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

કેન્દ્ર સરકારના ડેટા મુજબ હાલ વિદેશોમાં રહેલા ૩૩૩૬ જેટલા ભારતીય નાગરિકોમાં કોરોના સંક્રમણ પૉઝિટિવ મળ્યાના અહેવાલ આવ્યા છે તેમ જ ૨૫ વ્યક્તિ આ વાઇરસ સંક્રમણના કારણે મોતને ભેટ્યાં છે. સરકારી સૂત્રો મુજબ આ પૈકી મોટાભાગના સંક્રમિત દરદીઓ કુવૈત અને સિંગાપોરમાં છે. તે ઉપરાંત ૫૩ જેટલા અન્ય દેશોમાં, પણ કેટલાક ભારતીય નાગરિક સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.

સામે આવેલા આંકડા મુજબ કુવૈતમાં ૭૮૫ ભારતીય નાગરિકો કોરાનાથી પીડિત છે, જ્યારે સિંગાપોરમાં ૬૩૪ અને કતારમાં ૪૨૦ જેટલા ભારતીય નાગરિકો કોરોના પૉઝિટિવ મળી આવ્યા છે. તે બાદ ઈરાનમાં ૩૦૮, ઓમાનમાં ૨૯૭, સાઉદી અરબમાં ૧૮૬ અને બહેરિનમાં ૧૩૫ ભારતીયો સંક્રમિત છે. આ લિસ્ટમાં ઇટલીમાં ૯૧, મલેશિયામાં ૩૭, પોર્ટુગલમાં ૩૬, ઘાનામાં ૨૯ અને અમેરિકામાં ૨૪ ભારતીયો કોરોના પૉઝિટિવ મળી આવ્યા છે. જ્યારે સ્વિટ્‌ઝર્લેન્ડ અને ફ્રાન્સમાં અનુક્રમે ૧૫ અને ૧૩ ભારતીય નાગરિકો પૉઝિટિવ હોવાનું સામે આવ્યું છે. અન્ય કેટલાક દેશોની જેમ ભારતે પણ વિદેશમાં રહેલા પોતાના નાગરિકોને અૅરલિફ્ટ કરવાનું માંડી વાળ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK