થર્ટી ફર્સ્ટે રાતના બાર વાગ્યે લાઇટ્સ બંધ કરવાની મનાઈ

Published: 30th December, 2014 03:10 IST

વીતી ગયેલા વર્ષને વિદાય આપવા અને આવી રહેલા વર્ષના સ્વાગત માટે જુદાં જુદાં પબ્સ, હોટેલ્સ, ડિસ્કો અને પાર્ટીઓમાં લાઇટ્સ બુઝાવી નાખવાની પ્રથા પર આ વખતે પોલીસ-કમિશનરે પ્રતિબંધ મૂક્યો છે.
થોડી સેકન્ડ્સ માટે લાઇટ્સ બંધ કરવાથી ચોર તથા બદમાશો અંધારાનો ગેરલાભ લઈ શકે અને મહિલાઓના વિનયભંગ ઉપરાંત અfલીલતા આચરવાની શક્યતાઓ ધ્યાનમાં રાખીને આવો પ્રતિબંધ મૂકીને લોકોને અજવાળામાં જ નવા વર્ષનું સ્વાગત કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

આ થર્ટી ફર્સ્ટની રાતે બધા બીચ અને ગેટવે પર હશે ફૅમિલી ઓન્લી એરિયા

પોલીસે ઈસુના નૂતન વર્ષની ઉજવણી વેળાની સલામતી-વ્યવસ્થા જાળવવાની બાબતમાં અત્યાર સુધીમાં પહેલી જ વખત દરિયાકાંઠે તથા અન્ય જાહેર સ્થળોએ જતા પરિવારો માટે ‘ફૅમિલી ઓન્લી’ એરિયા નિર્ધારિત કરવાનો નિર્ણય લીધો છે. પોલીસે ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે બોટ પાર્ટીઝની પરવાનગીઓ કોઈને આપી નથી.

કેવળ કુટુંબો માટે જગ્યા અનામત રાખવાનાં સ્થળોમાં ગેટવે ઑફ ઇન્ડિયા, મરીન ડ્રાઇવ, ગિરગામ ચોપાટી, જુહુ બીચ અને મઢ આઇલૅન્ડ મુખ્ય છે. થર્ટી ફર્સ્ટની સાંજે મહિલાઓ અને બાળકોની સલામતી માટે ફૅમિલી અને યુવાનોનાં ગ્રુપ્સ માટે જુદા-જુદા એરિયા રાખવાની આ વ્યવસ્થામાં આ વખતે હેતુ સિદ્ધ થતો હોવાનું જણાશે તો આવતા વર્ષથી આખા શહેરમાં એનો અમલ કરવામાં આવશે.

પોલીસે મહિલાઓ અને બાળકોની સલામતી માટે ૯૩ ઍન્ટિ-ઈવટીઝિંગ સ્ક્વૉડ્સ તહેનાત કરવા ઉપરાંત મહત્વના માર્ગો પર ૨૫૦૦ મહિલા-પોલીસની ડ્યુટી ગોઠવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK