મહેસાણા સ્પેશ્યલ ર્કોટ આજે સજા જાહેર કરશે. સુપ્રીમ ર્કોટની નિગરાની હેઠળ ચાલી રહેલા નવમાના પહેલા રમખાણ કેસનો ચુકાદો ગઈ કાલે આવ્યો હતો. આ ચુકાદાને બધાએ આવકાર્યો હતો. ઍક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડ અને રમખાણમાં માર્યા ગયેલા અહેસાન જાફરીનાં પત્ની ઝકિયા જાફરીએ આવકાર્યો હતો. રમખાણમાં ભોગ બનેલા લોકો માટે લડત ચલાવી રહેલા રાજ્યના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ આર. બી. શ્રીકુમારે કહ્યું હતું કે ‘આ ઐતિહાસિક સફળતા છે. કોમી રમખાણોના કેસમાં બાગલપુર કે બેસ્ટ બેકરી કેસમાં પણ આટલા બધા આરોપીને દોષી જાહેર કરવામાં નથી આવ્યા.’
તપાસ કરનાર સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમના ચૅરમૅન આર. કે. રાઘવને ચુકાદાનો યશ પોતાની ટીમના ઑફિસરોને આપ્યો હતો. બચાવ પક્ષના વકીલ એચ. એમ. ધ્રુવે દલીલ કરી હતી કે ‘આરોપીઓ બધા ખેડૂતો છે અને ભણેલા નથી. ગોધરાકાંડ વખતનો મૂડ જોઈને હું તેમને લઘુતમ સજા આપવાની વિનંતી કરીશ.’
ઘટના શું બની હતી?
૧ માર્ચ ૨૦૦૨માં એટલે કે ગોધરાકાંડના બે દિવસ બાદ રમખાણોની આગ સરદારપુરામાં ફેલાઈ હતી. ૧૦૦૦થી વધુ લોકોના ટોળાએ શેખવાસમાં હુમલો કર્યો હતો. ૧૬ બાય ૧૧ ફૂટની પાકી રૂમમાંથી ૨૮ બળી ગયેલી લાશ મળી આવી હતી. ચાર જણનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આઠ માસની એક બાળકીની લાશ ઇલોલ મુકામે મળી હતી.
મોટા ભાગના દોષી પટેલો
જે ૩૧ દોષીઓને જન્મટીપ સજા આપવામાં આવી છે એમનાં નામ આ પ્રમાણે છે:
રમેશ પટેલ, ચતુર પટેલ, જયંતી પટેલ, અમૃત પટેલ, જગા પટેલ, કચરા પટેલ, મંગલ પટેલ, ભીખા પટેલ, મથુર પટેલ, સુરેશ પટેલ, તુલસી પટેલ, રમણ પટેલ, રાકેશ પટેલ, રમેશ પટેલ, મઘા પટેલ, સુરેશ પટેલ, વિષ્ણુ પટેલ, રાજેન્દ્ર પટેલ, પ્રહ્લાદ પટેલ, રમેશ પટેલ, પુરુષોત્તમ પટેલ, અશ્વિન પટેલ, અંબાલાલ પટેલ, રમેશ પટેલ, જયંતી પટેલ, કનુ પટેલ, રમણ પ્રજાપતિ, ડાહ્યા પટેલ, મથુર પટેલ, ડાહ્યા પટેલ, કળા પટેલ.
વર્લ્ડ ક્લાસ ટૉપ 20 મેન્ટરમાં પસંદ થયા અમદાવાદના ડૉ. શૈલેષ ઠાકર
7th March, 2021 11:30 ISTગીરના જંગલનો ચોંકાવનારો આંકડો આવ્યો સામે, 2 વર્ષમાં ૩૧૩ સાવજનાં મોત
6th March, 2021 13:03 ISTઅમદાવાદ પહોંચ્યા PM મોદી, આજે સૈન્ય કમાંડર સંમેલનને કરશે સંબોધિત
6th March, 2021 10:56 ISTઅમદાવાદમાં જ્વેલરીના શોરૂમમાં વાછરડાં માટે શૉપિંગ
5th March, 2021 11:55 IST