હાર્દિક પટેલની હાજરીમાં 300 બહેનો સંજીવ ભટ્ટને બાંધશે રાખડી

અમદાવાદ | Aug 13, 2019, 16:57 IST

પૂર્વ IPS સંજીવ ભટ્ટ હાલ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટેન્સિસ કેસ મામલે પાલનપુર જેલમાં સજા કાપી રહ્યા છે. ત્યારે આવતીકાલે એટલે કે 14 ઓગસ્ટે 300 બહેનો રાખડી બાંધશે.

હાર્દિક પટેલની હાજરીમાં 300 બહેનો સંજીવ ભટ્ટને બાંધશે રાખડી
સંજીવ ભટ્ટ (File Photo)

પૂર્વ IPS સંજીવ ભટ્ટ હાલ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટેન્સિસ કેસ મામલે પાલનપુર જેલમાં સજા કાપી રહ્યા છે. ત્યારે આવતીકાલે એટલે કે 14 ઓગસ્ટે 300 બહેનો રાખડી બાંધશે. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં 300 બહેનો પાલનપુર જેલમાં સંજીવ ભટ્ટને રાખડી બાંધશે. આ ઉપરાંત સંજીવ ભટ્ટને દેશવિદેશમાંથી 25 હજાર જેટલી મહિલાઓએ રાખડી મોકલી છે.

આ મામલે મીડિયા સાથે વાત કરતા હાર્દિક પટેલે કહ્યું,'પોલીસ અને તંત્ર અમને સંજીવ ભટ્ટને મળવામાં સહયોગ આપશે તેવી આશા છે.' ઉલ્લેખનીય છે કે સંજીવ ભટ્ટ 30 વર્ષ જૂના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. 1996માં બનાસકાંઠામાં એસપી તરીકે ફરજ બજાવવા દરમિયાન તેમના પર ડ્રગ્સનો કેસ થયો હતો. સંજીવ ભટ્ટે પાલીના વકીલ સુમેરસિંહની 1.15 કિલો અફીણના કેસમાં ધરપકડ કરી હતી. બાદમાં આ વકીલ સુમેરસિંહે હાઈકોર્ટમાં ફરિયાદ કરી, જેની તપાસમાં કેસ બોગસ હોવાનો ખુલાસો થયો હતો. સંજીવ ભટ્ પર પાલીમાં એક પ્રોપર્ટી ખાલી કરાવવા માટે હોટેલમાં ડ્રગ્સ મૂકાવ્યું હોવાનો આરોપ લાગ્યો હતો. જે મામલે છેક 2018માં તેમની ધરપકડ થઈ હતી. હાલ આ કેસમાં સંજીવ ભટ્ટ સજા કાપી રહ્યા છે.

આ પણ વાંચોઃ દેશની સુરક્ષા કરે છે સુરતના હજીરામાં બનેલી આ અત્યાધુનિક ટેન્ક

આ ઉપરાંત 2015માં સંજીવ ભટ્ટની સીડી સામે આવી હતી. જેને ગુજરાત FSL દ્વારા ચકાસણી કરાઈ હતી. આ કેસમાં પણ સંજીવ ભટ્ટને નોટિસ મોકલવામાં આવી હતી. જો કે સંજીવ ભટ્ટે પોતે સીડીમાં ન હોવાનો દાવો કર્યો હતો. બાદમાં સંજીવ ભટ્ટ પર અમદાવાદના નિવાસસ્થાને ગેરકાયદે દિવાલ બનાવવા મામલે ચર્ચામાં આવ્યા હતા. જો કે ર્પોરેશન દ્રારા આ દિવાલનુ ડીમોલીશન કરાયુ હતુ. સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટ કોગ્રેસના બેનર પણ ચૂંટણી લડી હતી. શ્વેતા ભટ્ટે નરેન્દ્ર મોદી સામે મણિનગરમાં વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK