અમદાવાદમાં કોરોનાના ૩૦ શંકાસ્પદ કેસ, એક પણ પૉઝિટિવ નહીં

Published: Mar 15, 2020, 11:18 IST | Ahmedabad

30 suspected corona cases in ahmedabad not a singe is positive

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસ હવે ગુજરાતથી દૂર નથી. અમદાવાદમાં પણ અઢળક કેસો સામે આવ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે એક સારા સમાચાર પણ મળી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના બધા જ શંકાસ્પદ દરદીને હાલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. સારા સમાચાર એ છે કે અત્યાર સુધી એક પણ કેસ પૉઝિટિવ નોંધાયો નથી.

શહેરમાં અત્યાર સુધી કુલ ૩૦થી વધુ શંકાસ્પદ કેસ નોંધાયા છે. આવા કેસ ધ્યાનમાં લઈને સિવિલ હૉસ્પિટલમાં દરદીઓ માટે સારવારની વધુ સુવિધા ઊભી કરવામાં આવી છે. કોરોના વાઇરસનો યથાવત્ કેર જોઈને સરકાર પણ ઍક્શનમાં આવી ગઈ છે. સિવિલ હૉસ્પિટલમાં બે શંકાસ્પદ દરદીઓ પર હાલમાં પણ સારવાર ચાલી રહી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK