પૈસા કમાવા કેરળમાં મા-બાપે જ સગીરા પર બળાત્કાર કરાવ્યો

Published: Sep 27, 2019, 14:54 IST | કોચ્ચી

બે વર્ષમાં 30થી વધુ રેપ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

વાત કેરળના મલપ્પુરમ વિસ્તારની છે. બે ઓરડાના ભાડાના ઘરમાં રહેતા એક દંપતીએ પોતાની ૧૧-૧૨ વર્ષની બાળકી પાસે વેશ્યાગીરી કરાવી હોવાના અહેવાલથી થરથરી જવાય એવું છે. છોકરીની સાવ નાજુક તબિયત જોઈને એક પાડોશીએ કોઈ એનજીઓને જાણ કરતાં આ રાક્ષસી ઘટના સામે આવી હતી.

પાડોશીઓ કહે છે કે અમે રોજ આ બાળકીની ચીસો સાંભળતા હતા, પરંતુ અમે કંઈ કરી શકીએ એમ નહોતા. આ બાળકી એટલી તો ભોળી અને સરળ સ્વભાવની હતી કે એનજીઓ અને પોલીસ તેને શેલ્ટર હોમમાં લઈ જતા હતા ત્યારે પોતાની માતાને સંબોધીને તેણે ઘરના દરવાજે સૉરી અમ્મા એમ લખ્યું હતું.

છેલ્લાં બે વર્ષમાં ત્રીસથી વધુ યુવાનોએ તેના પર રેપ કર્યો હતો એવું તેણે પોતાને ઉગારનારી સંસ્થાને કહ્યું હતું. જોકે આ બાળકીએ એમ પણ કહ્યું હતું કે મારા પિતાને જેલની સજા ન થાય એ જોજો, કારણ કે મારા પિતા જેલમાં જશે તો અમારા પરિવાર પર આર્થિક સંકટ આવી પડશે.

આ પણ વાંચો : 31 ડિસેમ્બરે નિવૃત્ત થશે સેનાઅધ્યક્ષ જનરલ બિપિન રાવતઃ ત્રણ નામ રેસમાં

તેના ચૂંથાયેલા શરીરને જોઈને એનજીઓના સ્વયંસેવકો પણ ધ્રૂજી ઊઠ્યા હતા. આ બાળકી દસ વર્ષની થઈ ત્યારથી તેના પર રેપ કરવાની શરૂઆત થઈ હતી એવું તેની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું. ઘરની નજીક આવેલી સ્કૂલમાં કાઉન્સેલિંગ શરૂ થયું ત્યારે આ બાળકીની દર્દનાક સ્થિતિની વાત પહેલી વાર પ્રગટ થઈ હતી. પોલીસે અનિવાર્ય કારણોસર બાળકી અને તેના પરિવારની ઓળખ જાહેર કરી નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK