Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આતંકવાદી મોહમ્મદ મુસ્તકીમના ઘરેથી 30 કિલો વિસ્ફોટક,સુસાઈડ જેકેટ્સ મળ્યા

આતંકવાદી મોહમ્મદ મુસ્તકીમના ઘરેથી 30 કિલો વિસ્ફોટક,સુસાઈડ જેકેટ્સ મળ્યા

23 August, 2020 05:36 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આતંકવાદી મોહમ્મદ મુસ્તકીમના ઘરેથી 30 કિલો વિસ્ફોટક,સુસાઈડ જેકેટ્સ મળ્યા

યૂસુફના ઉત્તર પ્રદેશના બલરામપુર સ્થિત ઘરમાંથી ભારે પ્રમાણમાં વિસ્ફોટક અને બોમ્બ બનાવવાનો સામાન જપ્ત કર્યો છે.

યૂસુફના ઉત્તર પ્રદેશના બલરામપુર સ્થિત ઘરમાંથી ભારે પ્રમાણમાં વિસ્ફોટક અને બોમ્બ બનાવવાનો સામાન જપ્ત કર્યો છે.


દિલ્હી પોલીસ (Delhi Police)ની સ્પેશ્યિલ સેલએ રવિવારે ISISના આતંકવાદી મોહમ્મદ મુસ્તકીમ ઉર્ફ અબ્દુલ યૂસુફ ઉર્ફ અબૂ યૂસુફના ઉત્તર પ્રદેશના બલરામપુર સ્થિત ઘરમાંથી ભારે પ્રમાણમાં વિસ્ફોટક અને બોમ્બ બનાવવાનો સામાન જપ્ત કર્યો છે.આ સ્પેશ્યિલ ટીમે કહ્યું કે, ઘરમાં બે સુસાઈડ જેકેટ્સ, એક સુસાઈડ બેલ્ટ, વિસ્ફોટક સહિત ઘણી ઘાતકી ચીજો મળી આવી છે.

મોહમ્મદ મુસ્તકીમના ઘરેથી પોલીસને ચોકલેટી અને બ્લુ કલરનું જેકેટ મળ્યું છે. ચોકલેટી કલરના જેકેટમાં ત્રણ અને બ્લુ કલરની જેકેટમાં ચાર વિસ્ફોટકોના પેકેટ હતા. જોકે આ જેકેટ્સમાંથી વિસ્ફોટકને સાવધાનીપૂર્વક અલગ કરી દેવાયો છે. વિસ્ફોટકોના પેકેટ્સને ટ્રાન્સપરન્ટ ટેપથી બાંધી હતી. કાર્ડબોર્ડ શીટને બોલ બેરિંગથી ચિપકાવ્યું હતું. આનાથી ઈલેક્ટ્રીક વાયર્સ જોડાયેલા હતા.




આ આતંકવાદીના ઘરેથી અત્યારસુધીમાં 30 કિલો વિસ્ફોટક મળી આવ્યું છે. એક લેધરનો બેલ્ટ છે જેમાં ત્રણ કિલો વિસ્ફોટક છે. ચાર પૉલિથીનમાં આઠથી નવ કિલો વિસ્ફોટક છે. ત્રણ સિલિન્ડર જેવાં મેટલ બોક્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે, આમાં બોલ બેરિંગ લાગેલી હતી. એક લાકડીનું બોક્સ જે ટાર્ગેટ બોક્સ હતું. એક ISISનો ઝંડો, અલગ અલગ માપની 30 બોલ બેરિંગ મળી છે.


ઉપરાંત એક એમ્પીયર મીટર, બે આયર્ન બ્લેડ એકબીજાથી જોડાયેલી હતી જેથી વિજળીના તારને જોડી શકાય. એક વાયર કટર, બે મોબાઈલ ચાર્જર, ટેબલ અલાર્મ, જે વીજળીની તારથી કનેક્ટ હતું અને એક કાળી ટેપ મળી છે. આમ બે પ્રેશર કુકરમાં 15-15 કિલો વિસ્ફોટક હતો, જે પોલીસે તાબામાં લીધા છે.

Whatsapp-channel Whatsapp-channel

23 August, 2020 05:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK