Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દેશભરમાં હિટવેવનો હાહાકાર 30 જણનાં મૃત્યુ

દેશભરમાં હિટવેવનો હાહાકાર 30 જણનાં મૃત્યુ

02 June, 2019 08:54 AM IST | નવી દિલ્હી

દેશભરમાં હિટવેવનો હાહાકાર 30 જણનાં મૃત્યુ

ઉફ્ફ યે ગરમી... - દેશભરમાં ગરમી એવી રીતે ફાટી નીકળી છે જાણે ભઠ્ઠીમાં અગ્નિ ફાટી નીકળ્યો હોય. એક બાજુ જ્યાં ગરમીનો આંકડો ૫૦ ડિગ્રી સેલ્સિયસે પહોંચું-પહોંચું કરી રહ્યો છે ત્યારે બીજી બાજુ આ કાળઝાળ ગરમીમાંથી છુટકારો મેળવવા રંગીલા રાજસ્થાનના અજમેરમાં આવેલી આના સાગર નદીમાં ડૂબકી લગાવી કેટલાક યુવાનોએ ગરમીને છૂમંતર કરવાનો સાદગીભર્યો પ્રયાસ કર્યો હતો. તસવીર : પીટીઆઇ

ઉફ્ફ યે ગરમી... - દેશભરમાં ગરમી એવી રીતે ફાટી નીકળી છે જાણે ભઠ્ઠીમાં અગ્નિ ફાટી નીકળ્યો હોય. એક બાજુ જ્યાં ગરમીનો આંકડો ૫૦ ડિગ્રી સેલ્સિયસે પહોંચું-પહોંચું કરી રહ્યો છે ત્યારે બીજી બાજુ આ કાળઝાળ ગરમીમાંથી છુટકારો મેળવવા રંગીલા રાજસ્થાનના અજમેરમાં આવેલી આના સાગર નદીમાં ડૂબકી લગાવી કેટલાક યુવાનોએ ગરમીને છૂમંતર કરવાનો સાદગીભર્યો પ્રયાસ કર્યો હતો. તસવીર : પીટીઆઇ


ગરમીથી તપી રહેલા ભારતમાં હિટવેવના કારણે હાહાકાર છે. લોકો ઘરની બહાર જ નહીં પણ ઘરમાં પણ પરેશાન છે અને વરસાદની રાહ જોઈ રહ્યા છે. મોટા ભાગનાં રાજ્યો હિટવેવની ચપેટમાં આવી ચૂક્યાં છે. ભીષણ ગરમીના પગલે ભારતમાં ૩૦ જણનાં મોત થયાં છે અને સેંકડો લોકો બીમાર પડ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે કે, હજી ત્રણ દિવસ હિટવેવથી રાહત મળવાના કોઈ અણસાર દેખાતા નથી.

પશ્ચિમ રાજસ્થાનના મોટા ભાગના હિસ્સાઓમાં પ્રચંડ ગરમીથી લોકો જાણે દાઝી રહ્યા છે. આ સિવાય તેલંગણા, પંજાબ, ચંડીગઢ, આંધ્ર પ્રદેશ, નોર્થ કર્ણાટક, બિહાર, ઝારખંડ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ આકરી ગરમી પડી રહી છે.



ગરમીથી સૌથી વધુ ૧૭ મોત તેલંગણામાં થયાં છે. આ આંકડો હજી વધી શકે છે. આંધ્રમાં ૩ જણનાં મોત થયાં છે. ૨૦૧૫માં આ બંને રાજ્યોમાં લગભગ ૧૮૦૦ જણના લૂ લાગવાથી મોત થયાં હતાં.


આ વખતે ગરમીના પગલે મહારાષ્ટ્રમાં ૮ જણનાં મોત થઈ ચૂક્યા છે. દિલ્હીમાં તો ગરમીને લઈને રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ગઈ કાલે પારો ૪૭ પર પહોંચ્યો હતો.

મેદાની પ્રદેશો તો ઠીક છે પણ જમ્મુ અને હિમાચલ જેવા પહાડી વિસ્તારોમાં પણ કેટલીક જગ્યાએ પારો ૪૫ ડિગ્રી નજીક પહોંચ્યો હતો. હિમાચલના ઉના જિલ્લામાં ૪૪.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દહેરાદૂન જેવા હિલ સ્ટેશનમાં પારો ૪૦ ડિગ્રી પર પહોંચ્યો હતો.


રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં ૮૫ વર્ષમાં પહેલીવાર તાપમાન ૪૯.૬ ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. આ પહેલાં જૂન ૧૯૩૪માં તાપમાન ૫૦ ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. બીજી બાજુ જમ્મુમાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી નોંધાયું હતું.

આ પણ વાંચો : લોકસભામાં આ વખતે નહીં હોય નેતા વિપક્ષ, કોંગ્રેસ દાવો ન કર્યો

દિલ્હી-એનસીઆરમાં ગરમીથી રાહત મળવાની શક્યતા ઓછી છે. ૩ અને ૪ મેના રોજ પણ ૩૦-૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાથી લૂ જેવી સ્થિતિ રહેશે. તાપમાન ૪૫-૪૬ ડિગ્રીની વચ્ચે રહેશે. જોકે ૫ અને ૬ જૂનથી પ્રિમોન્સૂન એક્ટિવ થવાની શક્યતા છે, પરંતુ વરસાદ નહીં થતાં ગરમીમાં ઘટાડો નહીં થાય.

Whatsapp-channel Whatsapp-channel

02 June, 2019 08:54 AM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK