બ્રિટનના આ યુવકની ખોપરીના 30 ટુકડા થઈ ગયા હતા

Published: 4th November, 2011 00:04 IST

બ્રિટનના આ યુવકની ખોપરીના ૩૦ ટુકડા થઈ ગયા હતા છતાં ડૉક્ટરોએ સર્જરી વડે તમામ ટુકડાઓ જોડી તેને નવા ચહેરા સાથે નવું જીવન આપ્યું છે. ૨૦૧૦માં પહેલી જાન્યુઆરીએ જૅક માર્ટિન્ડેલ નામનો આ યુવક અને તેના બે મિત્રો લંડનમાં ફૂટપાથ પર ઊભા હતા ત્યારે અચાનક એક કાર તેમના પર ધસી આવી હતી અને તેમને જોરદાર ટક્કર મારીને જતી રહી હતી.

 

 

 

જૅકના બે મિત્રોનાં મોત થઈ ગયાં હતાં અને જૅકની ખોપરીના ૩૦ ટુકડા થઈ ગયા હતા. જોકે રૉયલ લંડન હૉસ્પિટલના ડૉક્ટરોએ સર્જરી કરી આ તમામ ટુકડાઓને જોડીને ચમત્કાર કર્યો હતો. ખોપરીના ટુકડાઓ જોડવા માટે ડૉક્ટરોએ ટિટેનિયમ ધાતુની નવ પ્લેટ અને ૩૩ સ્ક્રૂનો ઉપયોગ કર્યો હતો. પાંચ કલાકના ઑપરેશનના અંતે તેઓ ખોપરીના ૩૦ ટુકડાઓને જોડી જૅકને નવો ચહેરો આપવામાં સફળ થયા હતા. ચમત્કારિક સર્જરી કરનારા મુખ્ય સજ્ર્યન સાઇમન હોમ્સે કહ્યું હતું કે ‘જૅકની જે રીતે રિકવરી થઈ છે એ અકવિનિય છે. અમે જૅકના મિત્રોને તો બચાવી શક્યા નહીં, પરંતુ જૅકને તેના ભૂતકાળને પાછળ છોડી દેવાની તક મળી છે.’


આ અકસ્માતમાં જૅકના મગજને પણ ઈજા થઈ હતી, પરંતુ હવે તેણે ફરી તેનો યુનિવર્સિટીનો અભ્યાસ શરૂ કરી દીધો છે. જોકે તે અકસ્માત પછી પ્રથમ ત્રણ મહિના કોમામાં રહ્યો હતો અને બીજા નવ મહિના સુધી તેણે હૉસ્પિટલમાં સારવાર લીધી હતી. કાર વડે ટક્કર મારી જૅક માર્ટિન્ડેલને ગંભીર ઈજા કરવા બદલ તથા તેના બીજા બે મિત્રોનાં મોત નીપજાવવાના ગુનામાં શામેલ સૈયદ નામના ૨૫ વર્ષના યુવકને બ્રિટનની અદાલતે સાત વર્ષની જેલની સજા કરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK