મેડિકલ રિપોર્ટમાં જણાવ્યા મુજબ ગૂંગળામણને કારણે તેનું મૃત્યુ થયું હતું, જ્યારે ત્રણ વર્ષની તેની પિતરાઈ બહેન ૨૪ કલાકથી તેની સાથે જ લૉક થઈ ગઈ હોવા છતાં જીવતી રહી હતી. કામોઠે પોલીસે કહ્યું હતું કે ‘હનુમાન મંદિર સ્ક્વેર નજીક રમતો બે વર્ષનો રાજ પેતકર તથા ત્રણ વર્ષની બહેન સાક્ષી ગોંધાલી સોમવાર સવારથી ગાયબ હતાં. ઘણી શોધખોળના અંતે તેમના કુટુંબીજનોએ તેઓ ગુમ થયાં હોવાની પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. રાજના ઘરની સામે રહેતો સુનીલ પાટીલ સવારે નવ વાગ્યે પોતાની ઑફિસમાં જવા નીકળ્યો ત્યારે રાજના ઘરની બરાબર સામે આવેલા ચાર રસ્તા નજીક પાર્ક કરેલી કારમાં બાળકોને જોયાં. સાક્ષી ખૂબ જ ગભરાયેલી લાગતી હતી, જ્યારે રાજ બેહોશ હતો. બન્નેને તરત જ સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. કામોઠે ડિવિઝનના અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ સુરેશ પવારે કહ્યું હતું કે ‘સમગ્ર બનાવમાં કોઈ કાવતરું થયું હોવાની શક્યતા જણાતી નથી. આ બન્ને બાળકોએ પોતાની જાતને કારમાં લૉક કરી હશે, પણ પછી તેમની નાની ઉંમરને જોતાં બહાર નહીં આવી શક્યાં હોય. વળી કાર પાર્કિંગમાં હોવાથી કોઈએ તેમનો અવાજ પણ નહીં સાંભળ્યો હોય. તેઓ આ કારમાં ૨૪ કલાક સુધી ગોંધાઈ રહ્યાં હશે. રાજના પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર તેનું મૃત્યુ ગૂંગળામણને કારણે થયું હતું. રાજના પિતા નવી મુંબઈમાં એક સિક્યૉરિટી એજન્સી ચલાવે છે તેમ જ તેની માતા ગૃહિણી છે.’
ગીરના જંગલનો ચોંકાવનારો આંકડો આવ્યો સામે, 2 વર્ષમાં ૩૧૩ સાવજનાં મોત
6th March, 2021 13:03 ISTમુંબઈ: વીજદરમાં આવતા એક વર્ષ સુધી 1થી 2 ટકાનો ઘટાડો
5th March, 2021 09:41 ISTવડોદરામાં સોની પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, 3 સભ્યોનાં મૃત્યુ
4th March, 2021 10:00 IST12મા માળની બાલ્કનીમાંથી પડી ગઈ 2 વર્ષની બાળકી, બાદ જે થયું એ જોવાલાયક
4th March, 2021 07:27 IST