ગુજરાતી વેપારીની દુકાનમાંથી ત્રણ લાખની ચોરી

Published: 24th December, 2012 05:39 IST

અંધેરી (ઈસ્ટ)માં મહાકાલી કેવ્ઝ રોડ પર હોલી સ્પિરિટ હૉસ્પિટલ નજીક આવેલી ન્યુ જલારામ કલેક્શન નામની મોબાઇલ અને ઘડિયાળની દુકાનમાંથી શનિવારે રાત્રે લગભગ ત્રણ લાખ રૂપિયાના મોબાઇલની ચોરી થઈ હતી.

એમઆઇડીસી પોલીસે ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. કચ્છ ભચાઉના નારણસરી ગામના ૩૧ વર્ષના ગુજરાતી વેપારી ગિરીશ નાથાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે રાતે પોણાઅગિયાર વાગ્યાની આસપાસ હું દુકાન બંધ કરીને ઘરે ગયો હતો. રવિવારે સવારે પોણાદસ વાગ્યે દુકાન ખોલી ત્યારે દુકાનમાં ઊથલપાથલ થયેલી હતી અને બધા જ મોબાઇલ ચોરાઈ ગયા હતા.’

એમઆઇડીસી = મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK