Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > 26/11 Mumbai Terror Attack :દસ આતંકવાદી, 174 લોકોની મોત અને ત્રણ દિવસ

26/11 Mumbai Terror Attack :દસ આતંકવાદી, 174 લોકોની મોત અને ત્રણ દિવસ

26 November, 2019 01:01 PM IST | Mumbai Desk

26/11 Mumbai Terror Attack :દસ આતંકવાદી, 174 લોકોની મોત અને ત્રણ દિવસ

26/11 Mumbai Terror Attack :દસ આતંકવાદી, 174 લોકોની મોત અને ત્રણ દિવસ


26 નવેમ્બર 2007માં સાંજ સુધી બધું જ સામાન્ય હતું, પણ જેમ જેમ અંધારું વધતું ગયું તેમ તેમ મુંબઇના રસ્તાઓ પર ચીખોનો અવાજ વધતો ગયો. જૈશ એ મોહમ્મદના દસ આતંકવાદીઓ સમુદ્રીરસ્તે મુંબઇમાં ઘૂસી ચૂક્યા હતા. તટ પર ઉતર્યા પછી તેમની સામે જે આવ્યું તેમણે તેને ગોળીનો નિશાન બનાવી દીધો. હથિયારોથી ભરપૂર આતંકવાદીઓ રાત થતાં મુંબઇમાં દેહશતનો પર્યાય બની ચૂક્યા હતા.

આની શરૂઆત ત્રણ દિવસ પહેલા થઈ હતી. હકીકતે 23 નવેમ્બરના આ આતંકવાદી કરાચીથી એક બોટથી નીકળ્યા હતા. સમુદ્રમાં તેમણે એક ભારતીય હોડી પર કબજો કરી તેના ચાર સાથીદારોને મારી દીધા. મુંબઇના તટની નજીક પહોંચીને તેમણે બોટ પર રહેલા છેલ્લા ભારતીયને પણ મારી દીધો. મુંબઇ પહોંચીને આતંકવાદીઓ છ અલગ અલગ ટુકડીઓમાં વહેંચાઇ ગયા. તેમનો હેતુ હતો વધારેમાં વધારે લોકોને મારવું. આ જ કારણે લગભગ 9.21 વાગ્યે છત્રપતિ શિવાજી ટર્મિનસમાં હાજર લોકો પર અંધાધુન ફાયરિંગ શરૂ કરી દીધી. આ હુમલાને અજમલ કસાબ અને સ્માઇલ ખાન નામના આતંકવાદીએ અંજામ આપ્યો હતો. અહીં પહેલી વાર કસાબની ઇમેજ સીસીટીવીમાં આવી હતી. આ ફુટેજમાં તેના હાથમાં એકે 47 દેખાતી હતી અને તે સતત લોકોને નિશાન બનાવતો હતો.



આ હુમલાના 10 મિનિટ પછી જ આતંકવાદીઓના બીજા ગ્રુપે નરીમન હાઉસ બિઝનેસ એન્ડ રેસીડેન્શિયલ કૉમ્પ્લેક્સ પર હુમલો કરી દીધો. અહીં તેમણે લોકોને ખૂબ જ નજીકથી ગોળીઓ મારી. આ છાબડ હાઉસમાં એક આયાએ એક બાળકને બચાવી લીધો હતો, જેના પછી તેમના દાદા દાદી પાસે ઇઝરાઇલ મોકલી દીધા હતા. આતંકવાદીઓએ અહીંની લિફ્ટને બૉમ્બથી ઉડાડી દીધી હતી. આ સિવાય કેટલીય જગ્યાઓ પર બૉમ્બ બ્લાસ્ટ કર્યા.


એક આતંકવાદીએ આની પાસે આવેલા એક ગૅસ સ્ટેશનને બૉમ્બથી ઉડાડી દીધો. જ્યારે લોકો આ ધમાકાની અવાજ સાંભળીને બહાર આવ્યા તો તેમણે આ આતંકવાદીઓએ પોતાની ગોળીનો શિકાર બનાવ્યો. કોઇને આ સમજાતું ન હતું કે આખરે આ શું થઈ રહ્યું છે. ધીમે ધીમે દરેક જગ્યાએ આ ખબર વાયરલ થવા લાગી. લોકો પોતાના સંબંધીઓની માહિતી લેતાં હતા અને હુમલાની માહિતી આપતાં દેખાતા હતા. ત્યાર સુધી પોલીસ પણ રસ્તાઓ પર સુરક્ષા માટે હથિયારો સાથે નીકળી ચૂકી હતી.

આતંકવાદીઓના એક ગ્રુપે વિદેશીઓ માટે ચર્ચિત કૉફી હાઉસને પોતાનો નિશાનો બનાવ્યો. અહીં થયેલી અંધાધુન ફાયરિંગમાં લગભગ દસ લોકોની ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગઈ. અહીંથી નીકળીને આ આતંકવાદીઓએ ટેક્સીમાં બૉમ્બ બ્લાસ્ટ કરો જેમાં પાંચ લોકોની મૃત્યુ થઈ. છત્રપતિ શિવાજી ટર્મિનસ પર હુમલાને અંજામ આપ્યા બાદ કસાબનું ગ્રુપ કામા હૉસ્પિટલ તરફ વળ્યું. અહીંના ગેટ પર જ મુંબઇ પોલીસના જાબાંઝ પોલીસ અધિકારીઓએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. અહીંથી નીકળીને તેમણે પોલીસની વેન ઝડપી પાડી અને રસ્તા પર ઉભેલા લોકો પર ફાયરિંગ કરી. આ ગાડીને પોલીસના કેટલાક અધિકારોએ રોકી લીધી હતી તેમાં હતા એએસઆઇ તુકારામ ઓંબલે. તેમણે જ કસાબને એવી રીતે પકડી લીધા કે છાતીમાં કેટલીય ગોળીઓ ધરબાયાં છતાં તે પકડ ઢીલી થઈ નહીં. તેના પછી તેની ધરપકડ કરવામાં આવી. આ પછી આતંકવાદીઓનો નિશાન હતું તાજ અને ઑબરૉય હોટેલ. રાતે લગભગ 12 વાગ્યા હતા અને પોલીસની ગાડીઓ ઝડપથી નરીમન હાઉસ અને તાજ તરફ વધી.


દરમિયાન તાજ હોટલમાં આતંરવાદીઓએ જબરજસ્ત તબાહી મચાવી. સીસીટીવી ફુટેજમાં આ વાત ખબર પડે છે કે તેમની સામે જે આવ્યું તેમને મૃત્યુના ઘાટે ઉતારીને આતંકવાદીઓ આગળ વધતા રહ્યા. તાજમાં કેટલાય બૉમ્બ બ્લાસ્ટના પણ અવાજ સંભળાયા. સવાર થવા સુધી કેન્દ્રએ આ મામરો સ્પેશિયલ કમાન્ડો ફોર્સ મારકોસને સોંપી દીધો હતો. પણ બપોર સુધી આ મામલો બ્લેક કેટ કમાન્ડોને આપવામાં આવ્યો. ધીમે ધીમે કમાન્ડો આ નરીમન હાઉસ, તાજ અને ઑબરૉય તરફ વધી ચૂક્યા હતા. કમાન્ડોની હાજરીમાં બન્ને હોટલોમાંથી કેટલાય લોકોને સુરક્ષિત બહાર નીકાળી લેવામાં આવ્યા

આગલા દિવસે 28 નવેમ્બરની સવારે કમાન્ડોને એમઆઇ 6 હેલીકૉપ્ટર દ્વારા નરીમન હાઉસની ટેરેસ પર ઉતારવામાં આવ્યા. આની આસપાસની ઇમારતો પર પહેલાથી જ કમાન્ડો હાજર હતા. આતંકવાદીઓ અને કમાન્ડોઝ વચ્ચે સતત ગોળીબારી થતી રહી. કેટલાય લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા. ધીમે ધીમે કમાન્ડો ન ફક્ત આ ઇણારતમાં ઘુસવામાં સફળ રહ્યા પણ આતંકવાદીઓને મારીને નરીમનને સુરક્ષિત જાહેર કરી દીધા. આ રીતે જ રાતે અઢી વાગ્યા સુધી ઑબરૉયમાંથી પણ આતંકવાદીઓનો સફાયો કરી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Kiran Acharya: ભૂરી આંખ ધરાવતી ગુજ્જુ એક્ટ્રેસના એક્સેપ્રેશનના છે લાખો લોકો દિવાના

હવે આ કમાન્ડોઝનો અંતિમ પડાવ તાજ હોટેલમાં રહેલા આતંકવાદીઓનો સફાયો કરીને તાજને સુરક્ષિત જાહેર કરવાનો હતો. આ મુંબઇની શાન છે, જેને આતંકવાદીઓએ ઘણું નુકસાન પહોંચાડી દીધું. કમાન્ડોઝ ધીમે ધીમે આને પણ સુરક્ષિત જાહેર કરી રહ્યા હતા. દરમિયાન બધાં આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા. આ હુમલા દરમિયાન જે આતંકવાદીની જીવીત ધરપકડ થઈ તેનું નામ અજમલ કસાબ હતું. કસાબને સંજય ગોવિલકરે પકડ્યો હતો. જેમને પછીથી રાષ્ટ્રપતિના પોલીસ પદકથી નવાજવામાં આવ્યા. 21 નવેમ્બર, 2012 પુણેની યરવદા જેલમાં કસાબને ફાંસી આપવામાં આવી હતી. 26/11ના આ હુમલામાં 174 લોકોની મૃત્યુ થઈ હતી અને લગભગ 300થી વધુ ઘાયલ થયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

26 November, 2019 01:01 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK