Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૨૬/૧૧ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાની અમેરિકામાં ધરપકડ

૨૬/૧૧ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાની અમેરિકામાં ધરપકડ

21 June, 2020 06:21 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૬/૧૧ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાની અમેરિકામાં ધરપકડ

૨૬/૧૧ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાની અમેરિકામાં ધરપકડ


મુંબઈમાં ૨૦૦૮માં થયેલા આતંકવાદી હુમલાના કાવતરા મામલામાં અમેરિકામાં સજા કાપી ચૂકેલા આતંકવાદી તહવ્વુર રાણાની અમેરિકાના લોસ એન્જલ્સ શહેરમાં ફરી ધરપકડ કરવામાં આવી છે. તહવ્વુર રાણાને ભારત મોકલવાની પ્રબળ શક્યતા છે. મુંબઈ આતંકી હુમલામાં ઇચ્છિત પાકિસ્તાની-કનાડાઇ મૂળના તહવ્વુર રાણા વિરુદ્ધ ભારતમાં પ્રત્યાર્પણ કરવાનો મામલો હજી બાકી છે.

પ્રાપ્ત મળતી વિગત અનુસાર બે દિવસ પહેલાં જેલમાંથી જામીન મળ્યા હતા, પરંતુ અમેરિકા પોલીસ દ્વારા બીજી વખત ધરપકડ કરવામાં આવી છે. ભારત સરકાર ટ્રમ્પ તંત્રને પૂરા સહયોગ સાથે પાકિસ્તાન-કેનેડિયાઇ નાગરિકના પ્રત્યાર્પણ માટે જરૂરિયાત કાગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તહવ્વુર રાણાની જેલની સજા ૧૪ વર્ષની ડિસેમ્બર ૨૦૨૧માં પૂરી થવાની હતી, પરંતુ તેને જલદી છોડવામાં આવ્યો હતો.



તહવ્વુર રાણાની મુંબઈ ૨૬/૧૧ હુમલાના ષડયંત્ર રચવાના મામલે ૨૦૦૯માં ધરપકડ કરવામાં આવી હતી. લશ્કર-એ-તૈયબાના ૧૦ આતંકવાદી તરફથી કરવામાં આવેલ હુમલામાં અમેરિકાના નાગિરકો સહિત ૧૬૬ લોકોનાં મૃત્યુ થયાં હતાં.


મુંબઈ : (પી.ટી.આઇ.) ૨૬/૧૧ કેસના આરોપી તહવ્વુર રાણાની અમેરિકામાં ફરી ધરપકડ બાદ પ્રત્યાર્પણ દ્વારા આપણા તાબામાં આવતાં પાકિસ્તાની જાસૂસી સંસ્થા ઇન્ટર સ્ટેટ ઇન્ટેલિજન્સ(આઇએસઆઇ)ની પ્રવૃત્તિઓનો ભંડાફોડ થવાની શક્યતા અૅડ્વોકેટ ઉજ્જવલ નિકમે દર્શાવી હતી. મૂળ પાકિસ્તાનના નિવાસી અને કૅનેડાના બિઝનેસમૅન તહવ્વુર રાણાની ભારતની પ્રત્યાર્પણની અરજીના અનુસંધાનમાં લોસ એન્જલ્સમાં રાણાની ધરપકડ કરવામાં આવી હતી. રાણાને ભારતને સોંપાયા પછી તપાસ તંત્રોની પૂછપરછમાં આઇએસઆઇની ભાંગફોડિયા અને ત્રાસવાદી પ્રવૃત્તિઓની વધુ વિગતો પ્રકાશમાં આવવાની શક્યતા ૨૬/૧૧ કેસના સરકારી વકીલ ઉજ્જવલ નિકમે દર્શાવી હતી.

ઉજ્જવલ નિકમે જણાવ્યું હતું કે ‘૨૦૦૮ની ૨૬ નવેમ્બરે મુંબઈ પર આતંકવાદી હુમલાના કાવતરાની સંપૂર્ણ માહિતી તહવ્વુર રાણાને હોવાનું અમેરિકામાં વસતી પાકિસ્તાની આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીએ મુંબઈની સ્પેશ્યલ કોર્ટ સમક્ષ વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા જુબાની આપતાં જણાવ્યું હતું. હેડલીએ તહવ્વુર રાણા તરફથી નાણાકીય સહાય પણ અપાઈ હોવાનું બયાનમાં જણાવ્યું હતું. હેડલીએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની ત્રાસવાદી પ્રવૃત્તિઓ અને આઇએસઆઇ સાથે એમના સંબંધની પણ માહિતી આપી હતી. એથી પ્રત્યાર્પણની વિધિ પૂરી થયા બાદ રાણા ભારતના તાબામાં આવતાં આઇએસઆઇના વ્યાપ અને ભાંગફોડિયા પ્રવૃત્તિઓની અત્યાર સુધી તપાસ સંસ્થાઓ, પ્રસાર માધ્યમો તથા અન્યોથી અજાણી હોય એવી ઘણી વિગતો પ્રકાશમાં આવશે.’


તહવ્વુર રાણાએ પોતાના કોવિડ-૧૯ પૉઝિટિવ રિપોર્ટને આધારે કરેલી દયાની અરજીના અનુસંધાનમાં એને અમેરિકાની અદાલતે જેલમાંથી છોડ્યો હતો, પરંતુ ભારત સરકારની પ્રત્યાર્પણની અરજીના અનુસંધાનમાં દસ દિવસ પહેલાં એની ફરી ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈની સ્પેશ્યલ ટાડા કોર્ટે ૨૦૧૮ની ૨૮ ઑગસ્ટે તહવ્વુર રાણાની ધરપકડનું વૉરન્ટ બહાર પાડ્યું હતું. અમેરિકાના ફેડરલ પ્રોસિક્યુટર્સે જણાવ્યા પ્રમાણે તહવ્વુર રાણા અને ડેવિડ હેડલી બાળપણના મિત્રો છે. એ બન્નેએ ૨૦૦૬થી ૨૦૦૮ના નવેમ્બર મહિના સુધીના ગાળામાં પાકિસ્તાની પરિબળો જોડે મળીને મુંબઈ પર આતંકવાદી હુમલા માટે આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને હરકત-ઉલ-જિહાદ-એ-ઇસ્લામીને પીઠબળ આપવાનું કાવતરું ઘડ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

21 June, 2020 06:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK