હુડહુડના દવિસે ઓડિશામાં જન્મ્યાં ૨૪૫ બાળકો

Published: 15th October, 2014 04:44 IST

રાજ્યના આરોગ્ય વિભાગે ચક્રવાત ત્રાટક્યાના એક દવિસ પહેલાં કુલ ૩૯૭ ગર્ભવતી મહિલાઓને હૉસ્પિટલોમાં દાખલ કરેલીરવવિારે હુડહુડ ચક્રવાત ત્રાટક્યો ત્યારે દક્ષિણ ઓડિશાના આઠ  જિલ્લાઓની વવિિધ હૉસ્પિટલોમાં કમસે કમ ૨૪૫ બાળકોનો જન્મ થયો હતો. સમગ્ર પ્રદેશ પર કલાકના ૧૦૦ કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન અને ભારે વરસાદ સાથેનો ચક્રવાત ત્રાટક્યો હતો ત્યારે આ બાળકોનો જન્મ થયો હતો.

પ્રેગ્નન્સીના ઍડ્વાન્સ સ્ટેજમાં હોય એવી મહિલાઓને સલામત પ્રસૂતિ માટે હૉસ્પિટલમાં દાખલ કરવાનો આદેશ રાજ્ય સરકારે આરોગ્ય વિભાગને આપ્યો હતો. હુડહુડ ઓડિશામાં ત્રાટક્યો એના એક દવિસ પહેલાં રાજ્યના આરોગ્ય વિભાગે આવી ૩૯૭ હાઈ-રિસ્ક ગર્ભવતી મહિલાઓને હૉસ્પિટલમાં દાખલ કરાવી હતી.

જાહેર આરોગ્ય ખાતાના ડિરેક્ટર કે. સી. દાસે જણાવ્યું હતું કે રવવિારે સૌથી વધુ બાવન બાળકો નબરંગપુરમાં, જ્યારે સૌથી ઓછાં રાયગડામાં જન્મ્યાં હતાં. જે હૉસ્પિટલોમાં મહિલાઓને દાખલ કરવામાં આવી હતી એમાં સતત વીજપુરવઠો ઉપલબ્ધ રહે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.

જોકે દુર્ઘટના વખતે મોટી સંખ્યામાં બાળકો જન્મ્યાં હોય એવો આ પહેલો કિસ્સો નથી. ૨૦૧૩માં ફૅલિન ચક્રવાત ત્રાટક્યો ત્યારે અને ૧૯૯૯માં સુપર સાઇક્લોન ત્રાટક્યું ત્યારે પણ મોટી સંખ્યામાં બાળકોનો જન્મ થયો હતો.

સૌથી ભયાનક સુપર સાઇક્લોનમાં જગતસિંહપુરમાં જન્મેલા બાળકનું નામ પ્રલય રાખવામાં આવ્યું હતું, જ્યારે ગંજમ જિલ્લામાં જન્મેલી બાળકીનું નામ ફૅલિન પાડવામાં આવ્યું હતું. ગયા રવવિારે જન્મેલાં બાળકો પૈકીના કોઈને હુડહુડ નામ આપવામાં આવ્યું છે કે કેમ એની સરકાર તરફથી કોઈ સત્તાવાર માહિતી મળી નથી.

વિશાખાપટ્ટનમને બેવડો ફટકો  ચક્રવાતના માર પછી લૂંટફાટ

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં હુડહુડે વેરેલા વિનાશ બાદ જીવનજરૂરી ચીજોની અછત સર્જાઈ છે એટલે લોકો આવી સામગ્રીની લૂંટફાટ કરી રહ્યા છે. રાહતસામગ્રી ભરેલી ટ્રકોને પણ લૂંટવામાં આવી રહી છે ત્યારે જીવનજરૂરી માલસામાન વેચતા વેપારીઓ સામગ્રી ઊંચા ભાવે વેચીને નર્દિયપણે નફાખોરી કરી રહ્યા છે.

હુડહુડે વિશાખાપટ્ટનમનો ચહેરો ધરમૂળથી બદલી નાખ્યો છે. અનાજ કે બીજી ચીજો ભરેલી ટ્રક નજરે પડે છે કે તરત જ લોકો એના પર તૂટી પડે છે. તેમાંના ઘણા ટ્રક પર ચડી જાય છે અને અનાજના કોથળા નીચે ફેંકવા લાગે છે.

શાકભાજી ભરેલી એક ટ્રકને પણ લોકોએ ગઈ કાલે ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટની ઑફિસ બહાર જ લૂંટી લીધી હતી. લોકો એ ટ્રકને રોકવા ઇચ્છતા હતા, પણ ટ્રકને અન્ય સ્થળે લઈ જવાની હતી એટલે ડ્રાઇવરે એને રોકી નહીં. લોકોએ એને જેમતેમ કરીને રોકી હતી અને પછી પોતાના હાથમાં જે કંઈ આવ્યું એ લૂંટીને ભાગી છૂટ્યા હતા.

ઍરપોર્ટથી માંડીને પેટ્રોલ-પમ્પ સુધી અને શૉપિંગ મૉલથી માંડીને નાની દુકાનો સુધી ચારે તરફ વિનાશ દેખાય છે. સંચારવ્યવસ્થા ઠપ થઈ ગઈ છે. વીજળી ઉપલબ્ધ નથી. ૧૦ લિટર પાણીનું કૅન ૨૫૦૦ રૂપિયામાં વેચાય છે અને એક લિટર પાણીની બૉટલ માટે ૧૦૦ રૂપિયા ચૂકવવા પડે છે, પણ દૂધનો લિટરનો ભાવ ૬૦થી ૮૦ રૂપિયા છે.

આંધ્ર પ્રદેશને ૧૦૦૦ કરોડ રૂપિયાની વચગાળાની સહાય

હુડહુડ ચક્રવાતે વેરેલા વિનાશ પછી રાહતકાર્ય હાથ ધરવા માટે આંધ્ર પ્રદેશના વચગાળાને રાહતપેટે ૧૦૦૦ કરોડ રૂપિયા આપવાની જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કરી હતી.

મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ, સિનિયર પ્રધાનો અને રાજ્યના ટોચના અધિકારીઓ સાથે વિશેષ સમીક્ષા-બેઠક યોજ્યા બાદ મોદીએ કહ્યું હતું કે સંપૂર્ણ સર્વે થવાનો બાકી છે. એથી વ્યાપક નુકસાન સામે હાલ વચગાળાની રાહતરૂપે ૧૦૦૦ કરોડ રૂપિયાની સહાય ભારત સરકાર આપશે.

હુડહુડને લીધે મધ્ય પ્રદેશમાં ત્રણનાં મોત, રાજસ્થાન અને બિહારમાં વરસાદ પડ્યો

હુડહુડ ચક્રવાતને કારણે ભારે વરસાદ આવવાથી ગઈ કાલે વહેલી સવારે મધ્ય પ્રદેશના રેવા નજીકના એક ગામમાં એક મકાન ધસી પડતાં એક પરવિારના ત્રણ જણ મૃત્યુ પામ્યા હતા અને એક છોકરી ગંભીર રીતે ઘવાઈ હતી.

પોલીસે જણાવ્યું હતું કે ‘ગોવિંદગઢ ગામે આવેલું ભગવાનદાસ સોનીનું મકાન વહેલી સવારે તૂટી પડ્યું હતું. એમાં ભગવાનદાસ ઉપરાંત તેમનાં પત્ની તથા તેમની પુત્રી મરણ પામ્યાં હતાં, જ્યારે ગંભીર રીતે ઘવાયેલી એક અન્ય છોકરીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.’

હુડહુડ ચક્રવાતને કારણે બિહારની રાજધાની પટના તથા અન્ય અનેક જિલ્લાઓમાં ગઈ કાલે હળવોથી ભારે વરસાદ થયો હતો. જોકે એમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આજે પણ આ વરસાદ ચાલુ રહેવાની સંભાવના હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.

હુડહુડ ચક્રવાતને કારણે રાજસ્થાનના હનુમાનગઢ, ચુરુ, અલવર, ભરતપુર અને કોટા જિલ્લામાં સોમવારે રાતથી વરસાદ પડવો શરૂ થયો હતો. એને પગલે વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી. બુંદીમાં સૌથી વધુ ૩૯ મિલીમીટર વરસાદ પડ્યો હતો. રાજસ્થાનના ઉત્તરીય વિસ્તારોમાં આજે સાંજ સુધી વરસાદ પડવાની સંભાવના છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK