પતિએ જ પત્નીનો બળાત્કાર કરવાની મિત્રને મંજૂરી આપી

Updated: Oct 02, 2020, 16:32 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સમગ્ર ઘટના બાદ પત્નીને ખબર પડી કે પતિએ મિત્ર પાસેથી રૂ.10,000 લીધા હતા

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

એક 24 વર્ષના વ્યક્તિએ પોતાની 22 વર્ષની પત્નીનું રેપ કરવા માટે મિત્રને મંજૂરી આપી હતી, જેના માટે તેણે મિત્ર પાસેથી દસ હજાર રૂપિયા લીધા હતા. દેહરાદૂન પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે કહ્યું કે, આ ઘટના 22 સપ્ટેમ્બરના રોજ દેહરાદૂનના રુદ્રપ્રયાગ જીલ્લામાં બની હતી. જોકે આરોપીનો મિત્ર હજી ફરાર છે.

હિન્દુસ્તાન ટાઈમ્સમાં આવેલા રિપોર્ટ મુજબ મહિલાએ આ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ઘટના પ્રકાશમાં આવી હતી. આ કેસમાં તપાસ કરી રહેલા અધિકારીએ કહ્યું કે, મહિલાએ પોલીસ ફરિયાદમાં કહ્યું કે, 19 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી સતત ત્રણ દિવસ તેનો પતિ દારૂ પીને નશાની હાલમાં ઘરે આવતો હતો. જ્યારે આ મહિલાએ દારૂ પિવાની ના પાડી તો તેની સાથે આ વ્યક્તિ દલીલ કરતો હતો.

બાવીસમી સપ્ટેમ્બરે તેનો પતિ નશાની હાલતમાં જ આવ્યો પરંતુ તેની સાથે મિત્ર પણ હતો. તેના મિત્રએ આ મહિલાનું રેપ કર્યા બાદ જણાવ્યું કે તેણે પતિને રૂ.10,000 આપ્યા છે. રુદ્રપ્રયાગ જીલ્લાના એસપી નવનીત સિંહે કહ્યું કે, આઈપીસીની કલમો હેઠળ કેસ દાખલ કરીને આગળ તપાસ કરવામાં આવી રહી છે. મંગળવારે પતિની ધરપકડ કરીને તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો જ્યાં તેને જેલની સજા ફટકારવામાં આવી છે. તેના મિત્રની શોધ હજી ચાલુ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK