ઉત્તર પ્રદેશ: બે ટ્રક વચ્ચે અકસ્માત, વતન પાછા જઈ રહેલા 24 મજૂરોનાં મોત

Published: May 16, 2020, 10:44 IST | Gujarati Mid-day Online Correspondent | Auraiya

81 મજૂરો ફરીદાબાદથી ટ્રકમાં પોતાના વતન ગોરખપુર જઈ રહ્યા હતા, વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યું

તસવીર સૌજન્ય: એએનઆઈ
તસવીર સૌજન્ય: એએનઆઈ

કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે હાલ દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. જ્યારે અલગ અલગ રાજ્યમાં ફસાયેલા મજૂરો રસ્તા માર્ગે અથવા તો પગપાળા પોતાના વતન પરત ફરી રહ્યા છે. આ દરમિયાન દરરોજ નાના-મોટા અકસ્માતો થતા જ રહે છે. તાજેતરમાં જ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં એક જ દિસવે થયેલા ત્રણ જુદા જુદા અકસ્માતમાં 16 મજુરોના મૃત્યુ થયા હતા અને 50 કરતા વધુ મજુરો ઘાયલ થયા હતા. આજે વધુ એક અકસ્માત થતા 24 મજૂરોએ જીવ ગુમાવ્યો છે. ઉત્તર પ્રદેશના ઓરૈયામાં શનિવારે સવારે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થયો છે. ફરીદાબાદથી 81 મજૂરો ટ્રકમાં  પોતાના વતન ગોરખપૂર જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો છે. ઘટનાસ્થળે જ 24 મજૂરોનું મૃત્યુ થયું છે અને 35 મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતિ મળી છે.

મળતી માહિતિ પ્રમાણે, ઓરૈયાના ડીએમ અભિષેક સિંહના કહ્યા મુજબ અકસ્માત વહેલી સવારે 3.30 વાગ્યે થયો હતો. આ દુર્ઘટના શહેર કોતવાલી ક્ષેત્રના મિહૌલી નેશનલ હાઇવે પાસે થઈ હતી. ટ્રકમાં સવાર મોટાભાગના મજૂરો બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના રહેવાસી છે. મજૂરો ભરેલો ટ્રક રસ્તાની બાજુમાં ઊભો હતો અને ડીસીએમએ તેને ટક્કર મારી દીધી હતી. 24 મજૂરોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે અને 35 ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 15 લોકોને સૈફેઈમેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી અમિક ઘાયલોની હાલત ગંભીર છે.

દુર્ઘટના બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે અને કહ્યું હતું કે, સરકાર રાહત કાર્ય કરી રહી છે.

હાલ પોલીસ અને સ્વાસ્થ્ય કર્મીઓ બચાવ અને રાહત કામમાં જોડાયા છે

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK