૧૧ બાળકો ધરાવતી ૨૩ વર્ષની મમ્મીને સરોગસી દ્વારા જોઈએ છે ૧૦૦ બાળકો

Published: 15th February, 2021 09:05 IST | Gujarati Mid-day Correspondent | Russia

૧૯૯૭માં જ્યૉર્જિયામાં લગ્ન બાદ વિજાતીય યુગલ માટે સરોગસીને કાયદેસર માન્યતા આપવામાં આવી હતી

રશિયાની ૨૩ વર્ષની અબજોપતિ મહિલા ક્રિસ્ટિના ઓઝટર્કને ૧૧ બાળકો છે, પણ આમાંથી એક જ બાળકને તેણે જન્મ આપ્યો છે. બાકીનાં ૧૦ બાળકો તેણે સરોગસીથી મેળવ્યાં છે.

ક્રિસ્ટિનાનો પતિ ગલિપ ઓઝટર્ક જ્યૉર્જિયામાં હોટેલમાલિક છે અને એક બાળકની સરોગસી માટે તેણે ૮૦૦૦ યુરો એટલે કે અંદાજે ૭,૦૩,૮૦૦ રૂપિયા ચૂકવ્યા છે. ૧૯૯૭માં જ્યૉર્જિયામાં લગ્ન બાદ વિજાતીય યુગલ માટે સરોગસીને કાયદેસર માન્યતા આપવામાં આવી હતી. ક્રિસ્ટિનાએ જણાવ્યું હતું કે બુટામીનું તેનું ક્લિનિક બાળકના જન્મની સંપૂર્ણ જવાબદારી ઉઠાવે છે અને સરોગેટ મધર પણ તે જ શોધે છે. જોકે એ બધી સરોગેટ મધર તરીકે કોઈ અજાણી મહિલા હોવા ઉપરાંત તેણે ભવિષ્યમાં સમસ્યા ન સર્જાય એ માટે હજી સુધી એક પણ સરોગેટ મધર સાથે સીધો સંપર્ક નહોતો કેળવ્યો. ક્રિસ્ટિના ઓઝટર્ક ૧૦૦ કરતાં વધુ બાળકોની માતા બનવા માગે છે પણ સરોગસીથી જ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK