Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > 227 કૉર્પોરેટરોમાંથી TOP 10માં 7 મહિલા

227 કૉર્પોરેટરોમાંથી TOP 10માં 7 મહિલા

04 September, 2013 06:30 AM IST |

227 કૉર્પોરેટરોમાંથી TOP 10માં 7 મહિલા

227 કૉર્પોરેટરોમાંથી TOP 10માં 7 મહિલા




વિધાનસભ્યોના કામકાજ પર રિપોર્ટ-કાર્ડ બહાર પાડનારી બિનસરકારી સંસ્થા પ્રજા ફાઉન્ડેશને ગઈ કાલે મુંબઈના 227 નગરસેવકોની પહેલા વર્ષની કામગીરીના આધારે તેમનાં રિપોર્ટ-કાર્ડ બહાર પાડ્યાં હતાં અને એમાં શિવસેનાની નગરસેવિકા હેમાંગી વરલીકર પ્રથમ સ્થાને રહી હતી. બીજા સ્થાને BJPની મનીષા ચૌધરી અને ત્રીજા સ્થાને શિવસેનાના યશોધર ફણસે હતા. પહેલા દસ સ્થાનોમાં સાત મહિલાઓ છે. શિવસેનાના છ, કૉન્ગ્રેસના બે અને BJP અને સમાજવાદી પાર્ટીના એક-એક મેમ્બરને પહેલા દસમાં આવવાનું માન મળ્યું છે.





પ્રજા ફાઉન્ડેશનનાં સ્થાપક ટ્રસ્ટી નિતાઈ મહેતાએ કહ્યું હતું કે ‘મુંબઈમાં રહેતા લોકોની સમસ્યાને સુધરાઈમાં રજૂ કરવામાં નગરસેવકો ઊણા ઊતર્યા છે. પુરુષોની સરખામણીમાં મહિલાઓ પ્રજાના પ્રતિનિધિ તરીકે તેમની જવાબદારી વધારે સારી રીતે સમજે છે અને ગંભીરતાથી કામ કરે છે. 2012ના ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી થયા પછી એપ્રિલથી 2013ના માર્ચ સુધીના એક વર્ષમાં માત્ર 118 મેમ્બરો એવા હતા જેમણે 10 કરતાં વધારે સવાલો સુધરાઈમાં ઉઠાવ્યા હતા. 17 મેમ્બરોએ માત્ર એક જ સવાલ પૂછ્યો હતો. 13 મેમ્બરો માત્ર મૌન બેઠા હતા અને તેમણે એક પણ સવાલ ઉઠાવ્યો નહોતો. આ સિવાય માત્ર એક જ મેમ્બરે 50 કરતાં વધારે સવાલો પૂછ્યા હતા. આની સામે સુધરાઈની સર્વિસની ઊણપ બદલ લોકોએ દોઢ લાખ કરતાં વધારે ફરિયાદો કરી હતી. આમ જેમને લોકોના સવાલો ઉઠાવવા માટે સુધરાઈમાં મોકલવામાં આવ્યા છે એવા નગરસેવકોએ ફરિયાદોની સરખામણીમાં માત્ર 20.8 ટકા જ સવાલો ઉઠાવ્યા હતા.’

રિપોર્ટ-કાર્ડ કેવી રીતે બન્યું?


આ રિપોર્ટ-કાર્ડ બનાવવા માટે પ્રજા ફાઉન્ડેશને રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટ (RTI)નો આશરો લીધો હતો. આ સિવાય હંસા રિસર્ચ નામની એક રિસર્ચ-કંપનીને પણ ઘરે-ઘરે જઈને સર્વે કરવા જણાવવામાં આવ્યું હતું. આ કંપનીએ 24,594 લોકોના ઘરે જઈને પૂછપરછ કરી હતી અને એના આધારે આ રિપોર્ટ બનાવ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

04 September, 2013 06:30 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK