પૈસાની વાત આવે ત્યારે કોણ પતિ ને કોણ પત્ની?

Published: 3rd July, 2017 06:30 IST

ગુજરાતમાં એક પતિએ કોર્ટના આદેશનું પાલન કરવા પત્નીને ભરણપોષણના ત્રણ હજાર રૂપિયા આપ્યા, પણ ચિલ્લર સ્વરૂપે કોથળામાં ભરીને. આજકાલ કોર્ટે ચડેલાં પતિ-પત્નીઓ ભરણપોષણના નામે અકલ્પનીય રીતે બાખડી રહ્યાં છે ત્યારે ફૅમિલી કોર્ટ સાથે સંકળાયેલા નિષ્ણાતો કહે છે કે હવે બધી જ લાગણીઓ પૈસા સામે પાંગળી થઈ છે. ભરણપોષણ ન આપવા માગતા પિતાને પોતાના પુત્રને મળવા ન મળે તો પણ તેને કોઈ ફરક નથી પડતોરુચિતા શાહ

ગુજરાતમાં પતિ સાથે મનમેળ ન જામતાં પોતાને પિયર જતી રહેલી એક મહિલાએ પતિ પાસેથી ભરણપોષણની અપીલ કોર્ટમાં કરી હતી. કોર્ટે પતિને મહિનાના બે હજાર રૂપિયા ભરણપોષણ પેટે આપવાનો આદેશ કર્યો. પતિ કોર્ટના આદેશને તો ફગાવી ન શક્યો એટલે તેણે પોતાના મનની ભડાસ કાઢવા એક નવો રસ્તો અજમાવ્યો. પોતાના બાળકના ભવિષ્ય માટે એક ડબ્બામાં પોતે નિયમિત પૈસા ભેગા કરી રહ્યો છે અને એ ચિલ્લર સ્વરૂપે ભેગા થયેલા ત્રણ હજાર રૂપિયા તેણે પત્નીને ભરણપોષણ તરીકે આપ્યા હતા. એક કોથળામાં એક, બે અને પાંચ રૂપિયાના સિક્કાઓ ભરીને તે કોર્ટમાં લઈ આવ્યો હતો. દેખીતી રીતે આ જોઈને પત્નીએ પિત્તો ગુમાવ્યો અને તેણે પૈસા લેવાની ના પાડી દીધી. કારખાનામાં કામ કરતા આ પતિની હરકતને જોઈને કોર્ટરૂમમાં સ્થિત તમામ લોકો દંગ રહી ગયા હતા, કારણ કે છેલ્લે તે કોર્ટના પરિસરમાં જ સિક્કાઓ ગણવા માટે બેસી ગયો હતો. ગયા મહિને પણ તેણે ભરણપોષણની રકમ દસ-દસ રૂપિયાના સિક્કાઓમાં આપી હતી.

આવી ઘટનાઓ હવે કોર્ટમાં સામાન્ય બની રહી છે. પતિપત્ની જ્યારે છૂટાછેડાના રસ્તે આગળ વધે છે ત્યારે યેન કેન પ્રકારેણ પોતાનો ગુસ્સો ઠાલવવાના પ્રયત્ન કરે છે. એમાંય જ્યારે કાયદાની સામે તેઓ હારે ત્યારે આ પ્રકારના ક્ષુલ્લક રસ્તા અપનાવીને પણ તેઓ પોતાના મનનો બળાપો બહાર કાઢવાની અને સામેવાળાને હેરાનગતિ આપવાની તક જતી નથી કરતા. કેસ ચાલે ત્યાં સુધી ભરણપોષણ અને ઝડપથી નિવેડો લાવવા માટે ઍલિમની લેવાની અને ન દેવાની બાબત આજે કપલ વચ્ચે જંગનું મુખ્ય કારણ બનતી ચાલી છે. આ વિષય પર કેટલાક નિષ્ણાતો સાથે વાત કરીએ.

વિચિત્ર પરિસ્થિતિ

કોઈ પણ કપલ ફૅમિલી કોર્ટ સુધી પહોંચ્યું હોય એટલે સ્વાભાવિક રીતે તેમની વચ્ચેની લાગણીમાં ઓટ આવી હોય અને તેઓ એકબીજાથી છેડો ફાડવાની તૈયારી કરીને જ આગળ આવ્યા હોય. એવા સમયે તેમની પાસેથી પ્રેમભર્યા વ્યવહારની અપેક્ષા ન હોય, પણ તેઓ સામાન્ય સહિષ્ણુતા દાખવવા પણ તૈયાર નથી એ બાબત વધુ ચિંતાજનક છે. ત્રીસ વર્ષથી પ્રૅક્ટિસ કરતા ફૅમિલી કોર્ટ બાર અસોસિએશનના પ્રેસિડન્ટ અને સિનિયર ઍડ્વોકેટ સાજન ઉમણ આ વિશે કહે છે, ‘તૂટતા સંબંધોમાંથી ડિગ્નિટી પણ અદૃશ્ય થઈ જાય એવા કિસ્સાઓ આજે ખૂબ જોવા મળે છે. પત્નીને હેરાન કરવા માટે ત્રણ હજારનું ચિલ્લર લઈને આવતી વ્યક્તિને હું સૅડિસ્ટિક વ્યક્તિ તરીકે જોઉં છું, જેને બીજાને પીડામાં જોઈને મજા આવતી હોય એવી વ્યક્તિ. આ હરકતથી તેણે માત્ર તેની પત્નીનો નહીં, કોર્ટનો પણ અનાદર કર્યો છે અને એ હરકત માટે પણ લીગલ પગલાંઓ લઈ જ શકાય છે. ભરણપોષણની રકમ આપવાની હોય કે ઍલિમની એટલે કે નિર્વાહ ખર્ચ તરીકે કંઈક આપવું પડતું હોય એ બાબતમાં ભાગ્યે જ કોઈ પુરુષને તત્પર જોયો છે. લોઅર ક્લાસ હોય કે અપર ક્લાસ, સેંકડો વાર એવું જોયું છે કે કોર્ટના ઑર્ડર પછી પણ કોઈ નાનકડી લીગલ ક્વેરી કાઢીને પુરુષ મહિનાઓ સુધી મેઇન્ટેનન્સ ન આપે. દર વખતે પત્નીએ રીઅપીલ કરીને આ વિશે કોર્ટનું ધ્યાન દોરવું પડે. ફરી પેલાને આદેશ મળે એટલે પછી તે એકાદ મહિનાની રકમ આપે અને પછી પાછી બ્રેક મારે. એક કેસ મને યાદ છે કે હસબન્ડે લગભગ ત્રણ વર્ષ સુધી કોઈ જ મેઇન્ટેનન્સ ન આપ્યું અને કંઈક મુદ્દાઓ કાઢીને તે મૅટરને લંબાવતો રહેતો હતો. કપલના બાળકની કસ્ટડી માતા પાસે હતી અને તે વારંવાર કોર્ટમાં ઍપ્લિકેશન કરતો હતો કે તેને બાળકને મળવાની પરવાનગી અપાય. વકીલે કહ્યું કે બેશક, પિતા તરીકે તે પોતાના બાળકને મળે, પણ એ પહેલાં તેણે પત્નીને જે સમયથી મેઇન્ટેનન્સ નથી આપ્યું એ બધું એક વાર આપી દે; પછી ભલે મળે. અને પેલાએ પછી ક્યારેય બાળકને મળવાની વાત નથી કરી. મગરમચ્છનાં આંસુઓ સાથે કોર્ટમાં રડતા આવા લોકોનો તૂટો નથી. જ્યાં પૈસો આવે ત્યાં તેમની લાગણીઓ, પતિ-પિતા કે પુત્ર તરીકેનો પ્રેમ છૂમંતર થતાં મેં જોયાં છે.’

રિવર્સ કિસ્સા

જેમ પુરુષો કોર્ટના આદેશ પછી પણ પત્નીને ભરણપોષણ કે અન્ય કોઈ રકમ આપવા તૈયાર નથી હોતી એમ કાયદાનો મિસયુઝ કરવાનું કામ કેટલીક સ્ત્રીઓ પણ કરતી હોય છે. સાજન ઉમણ કહે છે, ‘એવી અઢળક યુવતીઓ છે જે છૂટાછેડાનો કેસ નાખીને પોતાની નોકરી છોડી દે, જેથી હસબન્ડ પાસેથી મેઇન્ટેનન્સ વસૂલી શકે. એક મહિલાએ પોતાનું છ મહિનાનું બાળક હતું ત્યારથી તે સાત વર્ષનું થયું ત્યાં સુધી તેણે જૉબ કરી. એ પછી તેણે છૂટાછેડાનો કેસ કોર્ટમાં નાખ્યો અને જૉબ છોડી દીધી. મૅજિસ્ટ્રેટે જ્યારે પૂછ્યું તો કહે કે મારો દીકરો હવે નાઇન્થમાં ભણે છે અને તેને મારી જરૂર છે એટલે હું જૉબ નથી કરતી. કેટલાક એવા પણ કિસ્સાઓ છે જેમાં હસબન્ડ મહિનાના બે લાખ કમાતો હોય તો તેણે મેઇન્ટેનન્સ પેટે વાઇફને લાખ રૂપિયા આપવા એવો કોર્ટનો આદેશ આવે; પણ એમાંય બન્નેના સહિયારા ઘરમાં વાઇફ એકલી રહેતી હોય અને પેલો પતિ રેન્ટ પર જુદો રહેતો હોય, ઘરનો ચ્પ્ત્ તે ભરતો હોય, પોતાના ખાવાપીવાનો ખર્ચ તે જાતે કાઢતો હોય અને બે લાખ કમાવા માટે રાતદિવસ મહેનત તે કરતો હોય; પણ બેઠાં-બેઠાં વાઇફને તેની પાસેથી લાખ રૂપિયાની આવક થઈ જતી હોય ત્યારે સ્વાભાવિક રીતે હસબન્ડના મનમાં ફ્રસ્ટ્રેશન જન્મવાનું જ છે. આવા સમયે મૅજિસ્ટ્રેટે પણ પૂરેપૂરી વાસ્તવિકતાનો નિચોડ કાઢીને પછી કોઈ પણ ચુકાદો આપવો જોઈએ.’

ગુજરાતી પરિવારોની સ્થિતિ મુંબઈની ફૅમિલી કોર્ટમાં ગુજરાતી પરિવારોની વિચિત્રતા મોટે ભાગે યુવકોના પક્ષેથી જોવામાં

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK