૨૦૧૪માં પાકિસ્તાને ૫૬૨ વાર કર્યો યુદ્ધવિરામ સંધિનો ભંગ

Published: 29th December, 2014 05:58 IST

૧૯૧૧ના ભારત-પાક યુદ્ધ બાદ પહેલી વાર સૌથી મોટું પરોક્ષ યુદ્ધ૨૦૦૬થી વિદાય લઈ રહેલા ૨૦૧૪ સુધી પાકિસ્તાને ભારતની જમ્મુ ઍન્ડ કાશ્મીર બૉર્ડર પર સીઝ ફાયરનો સતત ભંગ કર્યે રાખ્યો છે. જાનમાલની નુકસાની અને મિલિટરી સહિત સિક્યૉરિટી ફોર્સને ઉશ્કેરવા ઇન્ટરનૅશનલ બૉર્ડર અને લાઇન ઑફ કન્ટ્રોલે મળીને પાકિસ્તાનના સીઝ ફાયર ભંગના દુ:સાહસના ડિફેન્સ મિનિસ્ટ્રીએ જે આંકડા જાહેર કર્યા છે એ પ્રમાણે દર વર્ષે પાકિસ્તાન તરફથી સીઝ ફાયર ભંગના કિસ્સા સતત વધતા રહ્યા છે.

આંકડા પ્રમાણે છેલ્લાં ૧૧ વર્ષમાં ૨૦૧૪માં સૌથી વધુ ૫૬૨ વાર પાકિસ્તાને સીઝ ફાયરનો ભંગ કર્યો છે, જેમાં ભારતના બૉર્ડર એરિયામાંથી ૩૨,૦૦૦થી વધુ લોકોને પોતાનાં ઘર કે ગામ છોડીને અન્યત્ર રહેવા જવું પડ્યું હતું, બૉર્ડર સિક્યૉરિટી ફોર્સે પાકિસ્તાન તરફથી વર્ષભરની આ હેવી ફાયરિંગ અને ગોલાબારીને ૧૯૭૧ના ઇન્ડો-પાક વૉર પછીનું સૌથી મોટું પરોક્ષ યુદ્ધ ગણાવ્યું છે.

આ આંકડા પ્રમાણે પાકિસ્તાને ૨૦૧૩માં ૩૪૭ વખત, ૨૦૧૨માં ૧૧૪ વખત, ૨૦૧૧માં ૬૨ વખત, ૨૦૧૦માં ૪૪ વખત, ૨૦૦૯માં ૨૮ વખત, ૨૦૦૮માં ૭૭ વખત, ૨૦૦૭માં ૨૧ વખત અને ૨૦૦૬માં ત્રણ વખત કારણ વગર બૉર્ડર પર શાંતિનો ભંગ કર્યો છે.

TTPના વિડિયોમાં ખતરનાક આરોપ, કાશ્મીરમાં ખૂની ખેલ માટે પાકિસ્તાની આર્મી યંગસ્ટર્સને મૂર્ખ બનાવી રહી છે


તાજેતરમાં પાકિસ્તાનના પેશાવરની આર્મી સ્કૂલ પર આતંકવાદી હુમલો કરી ત્યાં ભણી રહેલાં નિર્દોષ બાળકોને રહેંસી નાખનારા તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ હવે એક નવો વિડિયો જાહેર કરી પાકિસ્તાની આર્મી પર ગંભીર આરોપ કરતાં જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન અને ભારતના જમ્મુ ઍન્ડ કાશ્મીરમાં કહેવાતી ફ્રીડમ અને પરોક્ષ લડાઈમાં ખૂની ખેલ ખેલવામાં ઉપયોગ કરી લીધા બાદ હવે પાકિસ્તાની આર્મી મુઝાહિદ્દીન પર હુમલા કરી રહી છે. પાકિસ્તાની આર્મી યંગસ્ટર્સને આવી પરોક્ષ લડાઈમાં જોતરવા મૂર્ખ બનાવે છે. 

૧૫ મિનિટના આ વિડિયોમાં પાકિસ્તાની ઍરફોર્સના ભૂતપૂર્વ ઑફિસર અને આ આતંકવાદી સંગઠનના સિનિયર કમાન્ડર અદનાન રશિદે કહ્યું હતું કે ‘૧૯૭૧ના બંગલા દેશની સ્વતંત્રતાની લડાઈ વખતે પાકિસ્તાની મિલિટરીએ સેંકડો નિર્દોષ લોકોની હત્યા અને પોતાની બહેનો પર બળાત્કારનાં પાપકર્મો કર્યા છે, એથી પાકિસ્તાની આર્મીએ TTP જૉઇન્ટ કરી પ્રાપશ્ચિત્ત કરવું જોઈએ.’

આ વિડિયોમાં પાકિસ્તાની આર્મીના ઑફિસરોને બ્રાહ્મણો ગણાવી તેઓ આર્મીના જુનિયરો સાથે શૂદ્ર જેવો વ્યવહાર કરતા હોવાનો આરોપ પણ કરાયો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK