મારી-ધમકાવીને બાળકોની હૃદયક્યારીમાં કશું સારું રોપી નથી શકાતું

Published: 30th December, 2014 05:41 IST

આજે શિક્ષણ સંસ્થાઓની કથળેલી હાલત જોઈને દયા ઊપજે છે. આખું વહીવટ તંત્ર ખરાબ થતું જાય છે. એમાંય ગુરુકુળમાં જે ઘટના બની છે એ તો અત્યંત શરમજનક અને અરેરાટી ઊપજાવે એવી છે.બિન્દાસ બોલ - પ્રવીણ શાહ, સર્વિસ, અંધેરી


આજે શિક્ષણ સંસ્થાઓની કથળેલી હાલત જોઈને દયા ઊપજે છે. આખું વહીવટ તંત્ર ખરાબ થતું જાય છે. એમાંય ગુરુકુળમાં જે ઘટના બની છે એ તો અત્યંત શરમજનક અને અરેરાટી ઊપજાવે એવી છે. ખરી રીતે તો ગુરુકુળના ત્રણ સ્ટુડન્ટ્સ તેમ જ તેમનાં મમ્મી-પપ્પાઓને ન્યાય મળવો જોઈએ, પણ અત્યારે તો એમાંથી બે શિક્ષકોને જામીન સુધ્ધાં મળી ગયા. પહેલાં પણ બોર્ડિંગ સ્કૂલો હતી અને અનેક વિદ્યાર્થીઓ એમાં ભણતા પણ ભણતરના નામે શિક્ષકો આવો અત્યાચાર નહોતા કરતા. ત્યારે પેરન્ટ્સ વટ અને ગર્વથી કહી શકતા કે અમારો દીકરો બોર્ડિંગમાં ભણે છે. માતાપિતાની છત્રછાયાથી દૂર બાળકને જ્યારે મૂકવામાં આવ્યું હોય ત્યારે તેને સારું શિક્ષણ મળવાની સાથે માતાપિતારૂપે શિક્ષકોની હૂંફ અને પ્રેમ મળશે એવું મનાતું હોય છે, પણ અહીં તો પછી કાંઈ જુદું જ બને છે. ભરોસો કોના પર રાખવો? રેગિંગ કરવાનો કોઈ હક શિક્ષકને મળતો નથી. તેઓ તેમના કૅર-ટેકર છે. બાળકને હોશિયાર બનાવવા તેમની મારઝૂડ કરવાનો ટીચર્સને ઇજારો નથી મળી જતો. આજની બોર્ડિંગ સ્કૂલો જો ગુરુકુળ જેવી હોય તો લોકોનો આખી શિક્ષણવ્યવસ્થા પરથી વિશ્વાસ જ ઊઠી જાય. બાળકમાં કોઈ પણ વસ્તુ ડરાવી-ધમકાવીને કે મારઝૂડ કરીને કલ્ટિવેટ નથી કરી શકાતી, પણ પ્રેમથી અને સમજાવટથી રોપેલી તમામ બાબતો બાળકમાં ઊગી નીકળે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK