બાળકને પ્રેમ, સમય આપવાને બદલે પૈસાથી મળતી ચીજો આપવી કેટલી યોગ્ય?

Published: 25th December, 2014 05:34 IST

આપણા બાળકે થપ્પો, ખો-ખો, દોરડાકૂદ જેવી ઉછળકૂદની રમત છેલ્લે ક્યારે રમી હતી એવું યાદ કરવું હોય તો મગજ કસવું પડે.બિન્દાસ બોલ - હાર્દિક સુથાર, ઇન્શ્યૉરન્સ કન્સલટન્ટ


પણ મોબાઇલ પરની કૅન્ડી ક્રશ, સબવે સર્ફર જેવી ગેમ્સમાં તેનો અવ્વલ સ્કોર કદાચ યાદ હોઈ શકે. એટલું જ નહીં, સ્કૂલનો પ્રોજેક્ટ મળ્યો હોય તો એ પણ મિનિમમ સમયમાં ગૂગલ પરથી સર્ચ કરી કમ્પ્લીટ કરવામાં આવતો હોય છે. બાળકોને રેડી-ટુ-ઈટ ફૂડ-પૅકેટ્સ, જન્ક ફૂડ, કોલ્ડ ડ્રિન્કસ, જેવી કેટલીયે અનહેલ્ધી ફૂડ-આઇટમ્સ ખવડાવવી તો જાણે સામાન્ય વાત થતી જઈ રહી છે. જેને આપણે પ્રૉસ્પેરિટીની સાઇન ગણી રહ્યા છીએ એ કોઈ ટ્રબલની શરૂઆત તો નથીને? આપણા બાળકમાં આ તમામ આદત કલ્ટિવેટ કરવા માટે જવાબદાર કોણ છે? માન્યું કે આપણે ટેક્નોસૅવી થતા જઈ રહ્યા છીએ. સ્માર્ટ ફોન પરથી એક ક્લિક કરવામાં આવે તો દુનિયાના કોઈ પણ ખૂણેથી કશું પણ ઑર્ડર કરી મેળવી શકાય છે, પણ ખરેખર એ કેટલી હદે યોગ્ય છે? બાળક માટે તો મફતમાં મળતી ચીજ જેમ કે પૂરતો સમય, પ્રેમ અને અટેન્શન જરૂરી છે. પણ આ સીધીસાદી વસ્તુ આપવાને બદલે આપણે તેમની સામે પૈસાથી મેળવી શકાતી વસ્તુઓનો ઢગલો કરી દેતા હોઈએ છીએ. ઍક્ચ્યુઅલી તો બાળકમાં રહેલી આવડત વિકસાવવાની તેમને તક આપવી જોઈએ જે આપણે આપતા જ નથી. બાળકની સમજણશક્તિ વિકસવા અને ખીલવા દેવા માટે આપણે ધીરજ રાખવી જરૂરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK