રસ્તાના ખાડા પૂરવામાં વપરાતું ડામર કેટલું ભેળસેળિયું છે કોને ખબર?

Published: 3rd December, 2014 05:42 IST

આજે દરેક જગ્યાએ ભેળસેળનું સામ્રાજ્ય વધતું રહ્યું છે. ખાણીપીણીની સામગ્રીથી માંડીને તમામ જગ્યાએ ગોલમાલ ચાલતી જ રહે છે.
બિન્દાસ બોલ - રતનશી ઠક્કર, માટુંગા

તાજેતરમાં સુધરાઈમાં વપરાતી મચ્છર મારવાની દવા વિશેનો અહેવાલ વાંચ્યો હતો. એ મચ્છર મારવાની દવા સુધ્ધાં નકલી! અને એ ભેળસેળવાળી દવા માટે સપ્લાયરને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. પણ છેવટે એને માટે શું પગલાં લેવાયાં? ખબર નહીં. આજે રસ્તા પરના ખાડા બાબતે પણ એ જ હાલત છે. લોકોની સુવિધા માટે થોડે-થોડે વખતે આ ખાડાઓ પૂરવામાં તો આવે છે છતાં પરિણામ શૂન્ય જ હોય છે. થોડા દિવસ જાય કે ફરી ખાડા પડેલા હોય જ છે! આ ખાડા પૂરવા માટે વપરાતો માલ કે ડામર કેટલો ભેળસેળિયો છે એ કોણ ચકાસે છે? સુધરાઈએ રાખેલા કૉન્ટ્રૅક્ટરો સારી ક્વૉલિટીનો માલ વાપરે છે કે નહીં એ વિશે દેખરેખ કોણ રાખે છે? જાણવા મળ્યું હતું કે ઘણી વાર તો અમુક કૉન્ટ્રૅક્ટરો ગટરમાં ફેંકી દેવાનું હોય એવું એન્જિનમાં વપરાયેલું કાળા રંગનું તેલ એમાં વાપરી પૈસા બચાવતા હોય છે. આવો તકલાદી માલ વાપરવામાં આવે તો પ્રજાના પૈસા ખાડામાં જ પડેને? સુધરાઈના કામમાં આટલીબધી ખાયકી પાછળ જવાબદાર કોણ ગણાય? આજે કૉમ્પિટિશન પણ એટલી વધી છે કે દરેક જગ્યાએ લોકો પ્રામાણિકતા અને ઈમાનદારીને નેવે મૂકીને ફક્ત આગળ વધવામાં માને છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK