બુલેટ ટ્રેન પાછળ ખર્ચો કરીને સરકાર શું ઉકાળવા માગે છે?

Published: 28th November, 2014 04:54 IST

છેલ્લા થોડા વખતથી બુલેટ ટ્રેન વિશેની જાહેરાતો ગાજ-ગાજ કરી રહી છે, પણ બુલેટ ટ્રેનની જરૂર શું છે?બિન્દાસ બોલ - દિનેશ સાવલા, સિનિયર મૅનેજર, અંધેરી


છેલ્લા થોડા વખતથી બુલેટ ટ્રેન વિશેની જાહેરાતો ગાજ-ગાજ કરી રહી છે, પણ બુલેટ ટ્રેનની જરૂર શું છે? એના કરતાં તો સૌથી પહેલાં રેલવે-સ્ટેશન પરનાં ગંધાઈ રહેલાં ટૉઇલેટ્સને વ્યવસ્થિત કરી એની બદબૂ દૂર કરવાની અને લેટ થતી ટ્રેનોને સમયસર દોડાવવાની જરૂર છે. આજે પાંચ હજાર કરોડ રૂપિયાના ખર્ચે એક જ બુલેટ ટ્રેન દોડાવવાનો કોઈ અર્થ નથી. આટલી જંગી રકમમાં તો નવી અનેક ટ્રેનો સાથે ટ્રેનોમાં સારામાં સારી સગવડ કરી શકાય. ધારો કે બુલેટ ટ્રેન નહીં દોડાવવામાં આવે તો એમાં અપર મિડલ ક્લાસને કશું નુકસાન નથી થવાનું. તેઓ પ્લેનની મુસાફરી કરી જ શકે છે અને મિડલ ક્લાસને એની ટિકિટ પરવડશે નહીં તો પછી આવા ખર્ચ કરીને શું ઉકાળવાનું? એને બદલે જે તકલીફ કે સમસ્યા અત્યારે લોકો ભોગવી રહ્યા છે એના પર શા માટે કૉન્સન્ટ્રેટ ન કરવું? આટલી ટ્રેનો દોડાવવા છતાં ટ્રેનોમાં ધસારો વધતો જઈ રહ્યો છે અને લોકો લટકીને કે ટ્રેનોના છાપરા પર બેસીને મુસાફરી કરતા દેખાય છે. તો એવી સગવડ વધારો જેથી લોકોની હાલાકી દૂર થાય અને સાંજે તેઓ સારી રીતે ઘરે પહોંચી શકે. વળી ટ્રેનની સ્પીડ વધારવા માટેના ઉપાયો કરવાની પણ તાત્કાલિક જરૂર છે જેથી લોકોનો સમય બચે. બુલેટ ટ્રેનની આખી વાતને જ ગોળી મારીને રેલવેતંત્રમાં જ્યાં સુધારાની જરૂર છે એ સગવડ કરવી જરૂરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK