છૂટાછેડાનો ઇનકાર કરતી પત્નીના મોંમાં પતિએ જંતુનાશક દવા છાંટી દીધી

Published: 25th November, 2014 05:03 IST

પત્નીએ છૂટાછેડા આપવાનો ઇનકાર કરતાં તેના મોંમાં જંતુનાશક દવા છાંટનારા પતિની કાલાચૌકી પોલીસે ધરપકડ કરી છે.

પતિ સાથે તેના પિતા અને ફોઈની સામે પણ પોલીસે કેસ નોંધ્યો છે. આરોપી સુરેશ હાડ્યે લાલબાગમાં તવારીપાડાનો રહેવાસી છે. સુરેશ અને સારિકાનાં ટૂંકી રિલેશનશિપ બાદ લગ્ન થયાં હતાં. સુરેશનું કુટુંબ આ લગ્નની વિરુદ્ધ હતું, કારણ કે સારિકા અન્ય જાતિની હતી. તેથી લગ્ન બાદ પણ સારિકા પ્રભાદેવીમાં જુદી રહેતી હતી અને સુરેશ તેની મુલાકાત લેતો હતો. સારિકા સુરેશના કુટુંબની મુલાકાતે આવતી હતી ત્યારે સુરેશનાં પિતા અને ફોઈ તેને છૂટાછેડા લેવા જણાવતાં હતાં. આ બધા પ્રશ્નોનું નિવારણ લાવવા સુરેશે પોતાના લાલબાગના ઘરે એક મીટિંગ કરી હતી. સારિકા ત્યાં આવીને ચર્ચા કરવા લાગી હતી, પરંતુ તેણે છૂટાછેડા આપવાનો ઇનકાર કરતાં પરિસ્થિતિ વણસી હતી. ત્યાર બાદ સુરેશ, તેના પિતા અને ફોઈએ સારિકા પર શારીરિક હુમલો કર્યો હતો. સુરેશે સારિકાને સોફા પર ધકેલી તેના હાથ પકડ્યા હતા અને તેના પિતા તથા ફોઈની મદદથી જબરદસ્તી કરી તેનું મોં ખોલી તેના મોંમાં જતુંનાશક દવા સ્પ્રે કરી હતી. સારિકા જેમતેમ પોતાની જાતને છોડાવી સીધી હૉસ્પિટલ પહોંચી હતી. હૉસ્પિટલના અધિકારીઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી જેણે પાછળથી સારિકાનું નિવેદન લીધું હતું.

શનિવારે પોલીસને સુરેશના ઘરમાંથી જંતુનાશક દવા મળી આવતાં તેની ધરપકડ કરી હતી. ત્રણે આરોપીઓ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી છે.  

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK