ડૉક્ટરોની પહેલી પ્રાથમિકતા માનવસેવા અને બીજા નંબરે કમાણી હોવી જોઈએ

Published: 21st November, 2014 05:53 IST

ડૉક્ટરને આપણે ત્યાં ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે, પણ ભગવાન જ લૂંટવા બેસે તો? પહેલાંના જમાનામાં પણ ડૉક્ટરો હતા.
બિન્દાસ બોલ - યુસુફ કોઠિયા, પ્રિન્ટિંગ પ્રેસ, મુંબઈ

ડૉક્ટરને આપણે ત્યાં ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે, પણ ભગવાન જ લૂંટવા બેસે તો? પહેલાંના જમાનામાં પણ ડૉક્ટરો હતા. છતાં તેમની પહેલી પ્રાથમિકતા માનવસેવા રહેતી અને બીજા નંબરે કમાણી આવતી. આજે આખો સિનારિયો બદલાઈ ચૂક્યો છે. આજે મોટા-મોટા સ્પેશ્યલિસ્ટો એક વારના ચેક-અપ માટેની ફી સીધી ૧૦૦૦ રૂપિયાથી માંડીને ૫૦૦૦ રૂપિયા સુધીની લે છે. આ કેટલે અંશે વાજબી ગણાય? આજે મોંઘવારી તો જુઓ. સાવ ગરીબ કે મિડલ ક્લાસનો માણસ માંડ પોતાનું ગુજરાન ચલાવતો હોય કે બાળકોના ભણતરના ખર્ચનો બોજો ઉપાડતો હોય ત્યાં આટલી મોટી ફી, હૉસ્પિટલની ટ્રીટમેન્ટ અને ટેસ્ટ તેમ જ મોંઘી દવાઓના ખર્ચા તેને ક્યાંથી પરવડે? હકીકતમાં તો મિડલ ક્લાસના લોકોને બીમાર પડવાની છૂટ જ ન હોવી જોઈએ. વળી આપણે ત્યાં સરકારી હૉસ્પિટલોનું ધોરણ ઘણું કથળેલું છે. નથી ત્યાં કોઈ સાધનસામગ્રી કે બીજી કોઈ પ્રકારની સુવિધા અને લાંબી લાઇનોમાં કલાકોના કલાકો બેસ્યા પછી પણ સરખી દાદ નથી મળતી. તો પછી આવી મોંઘી ટ્રીટમેન્ટ ન પોસાતી હોય એ લોકો ક્યાં જાય? સરકારે આ બાબતે ચોક્કસ પગલાં લેવાની જરૂર છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK