લોકલ ટ્રેનનું ટાઇમટેબલ બનાવતી વખતે રેલવેતંત્રે દિમાગનો ઉપયોગ કરવો જરૂરી

Published: 19th November, 2014 05:39 IST

ટ્રેનોની અવરજવર માટેનું ટાઇમટેબલ બનાવવામાં આવે છે ત્યારે શું રેલવેતંત્રવાળા દિમાગનો ઉપયોગ કરતા જ નથી કે શું?બિન્દાસ બોલ - વીણા રાજપૂત, હાઉસવાઇફ, ડોમ્બિવલી


સવારના ભાગમાં મોટે ભાગે એકસરખો ફાસ્ટ ટ્રેનોનો મારો હોય છે. દાખલા તરીકે સેન્ટ્રલ રેલવેમાં જોઈએ તો કર્જત, કસારા કે બદલાપુર જેવાં ઉપરનાં સ્ટેશનો પરથી આવનારી ટ્રેનો અત્યંત ભરાઈને આવે છે એટલે ડોમ્બિવલી જેવાં વચ્ચેનાં સ્ટેશનો પરથી ચડવાની ખૂબ જ તકલીફ પડે છે. સ્વાભાવિક છે કે ચાર-ચાર થાણેની ટ્રેન પછી કોઈ પણ લાંબા અંતરની ટ્રેન હોય તો એ ભરાઈને જ આવવાની છે. તો પછી એકસાથે આટલી ટ્રેનની વચ્ચે એક-એક લાંબા અંતરની ટ્રેન શા માટે નથી દોડાવવામાં આવતી? ફાસ્ટ ટ્રેનોની સાથે સ્લો ટ્રેનો પણ દોડાવવી જોઈએ. કમસે કમ ટ્રેનોનું શેડ્યુલ તો સમજીવિચારીને તૈયાર કરવું જોઈએને? વળી ઑફિસમાં જેમ સમયસર પહોંચવાનું જરૂરી છે એમ જ ટ્રેનો બાબતે પણ થોડું સ્ટ્રિક્ટ થવું જરૂરી છે. ટ્રેનો સમયસર દોડતી નથી અથવા તો રદ કરવામાં આવે છે તો જે ટેક્નિકલ ખામીઓને લીધે ટ્રેનો મોડી પડે છે એમાં તો કંઈક સુધારો તો લાવી શકાયને? એ ઉપરાંત ટ્રેન અને પ્લૅટફૉર્મ વચ્ચેના ગૅપ બાબતે ખાસ કોઈ ઠોસ પગલાં લેવાયાં નથી. આજે મહિલાઓ અને ઉંમરલાયક લોકોનો તો વિચાર કરવો જોઈએને? રેલવેતંત્ર સામેની અનેક ફરિયાદો સામે કેટલી સમસ્યાનો ઝડપથી ઉકેલ થાય છે એ જોવાનું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK