ઉઘાડે છોગ પ્રેમનું પ્રદર્શન કરનારાને નૈતિકતાના પહેરેદારો અટકાવે એમાં ખોટું શું છે?

Published: 12th November, 2014 05:36 IST

તાજેતરમાં યંગસ્ટર્સ દ્વારા થતી ‘કિસ ઑફ લવ’ ઝુંબેશે ઉપાડો લીધો છે. આખરે જાહેરમાં આ પ્રકારની લાગણીઓ દર્શાવી ઉછાંછળા થવાનો શો અર્થ?બિન્દાસ બોલ - મનોજ ચભાડિયા, એસ્ટેટ એજન્ટ, ઘાટકોપર


ઉઘાડે છોગે પ્રેમનું પ્રદર્શન કરીને તેઓ સાબિત શું કરવા માગે છે? આપણી ભારતીય સંસ્કૃતિ તો આર્યોની સંસ્કૃતિ કહેવાય છે, પણ લાગે છે કે આપણી સંસ્કૃતિના લીરેલીરા ઊડી રહ્યા છે. ઘોર કળિયુગ કદાચ આને જ કહેવાતો હશે. બાળકો આપણો પડછાયો કહેવાય છે અને એક બાજુ આપણે તેમને ઉત્તમ સંસ્કાર આપવાની વાતો કરીએ છીએ તો જાહેરમાં આ પ્રકારનાં થતાં તૂત તેમના માનસ પર કેવું ઉદાહરણ બેસાડશે? સ્ટેટસ અને સાહ્યબી ભોગવવાની લાયમાં વિદેશી કલ્ચરે આંખ મીંચીને લોકોની માનસિકતામાં ઘૂસણખોરી કરી જ છે. એમાં ટીવી પરના તમામ શોમાં પણ સંસ્કારની અછત વર્તાવા માંડી છે અને આ ટીવી, ઇન્ટરનેટની બદીઓથી તો આપણે આપણાં બાળકોને દૂર રાખી શકતા નથી, પણ કમસે કમ બળતામાં ઘી હોમે એવા જાહેરમાં આવાં તૂત ઊભાં કરવાની શી જરૂર? આ તો એક પ્રકારની વિકૃતિ વિકસતી જશે અને ભવિષ્યમાં એને માટે જવાબદાર કોણ ઠરશે? આજે મૉરાલ પોલિસિંગને નામે પોલીસ-ઍક્શન લેવામાં આવે અથવા તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવી સંસ્થા જો આ બાબતે નૈતિકતાની પહેરદાર બને તો એમાં ખોટું શું છે?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK