કૉમન મૅનને લૂંટવામાં આવે છતાં રિક્ષાવાળાઓ આગળ તેનું કશું ન ચાલે

Published: Nov 08, 2014, 06:21 IST

કૉમન મૅનને લૂંટી લેવામાં રિક્ષાવાળાઓ માહેર છે છતાં આમ આદમી કશું કરી નથી શકતો.


(બિન્દાસ બોલ-અમર દેસાઈ સોશ્યલ વર્કર, સાંતાક્રુઝ)

 મોટા ભાગની રિક્ષાઓ CNG (કૉમ્પેસ્ડ નૅચરલ ગૅસ) પર ચાલતી હોય છે. ઘ્ફ્ઞ્ની આખી ટૅન્ક ભરાવવાના દોઢસો રૂપિયા થાય. એની સામે તેમની આખા દિવસની કમાણી ૮૦૦થી ૧૨૦૦ રૂપિયા થતી હોય છતાં CNG પર ચાલતી રિક્ષાઓનાં મીટર પેટ્રોલ-પ્રાઇસ પર શા માટે? વળી પેટ્રોલનો ભાવ પચાસ પૈસા જેટલો વધે કે તરત જ રિક્ષાવાળાઓ રિક્ષાભાડું વધારવાની માગણી કરે છે અને તાત્કાલિક આ ભાડું સુધ્ધાં વધી પણ જાય છે. આજે પેટ્રોલનો ભાવ આશરે દસેક રૂપિયા જેટલો ઘટી ગયો હોવા છતાં તેમનાં મીટરભાડાંમાં કોઈ ભાવઘટાડો શા માટે નહીં? વળી રિક્ષાનાં મીટરો પણ કેટલાં સાચાં હોય છે કોને ખબર?

નવા ઇલેક્ટ્રૉનિક મીટરમાં પણ એ લોકોએ ઘણી ચાલાકી કરેલી હોય છે. આ મીટરો ગવર્નમેન્ટ સ્ટાન્ડર્ડ પ્રમાણે ચાલે છે કે નહીં એની તપાસ પણ રેગ્યુલર થાય છે ખરી? આ બધી ભાંજગડ બાજુ પર મૂકી દઈએ અને મોંમાગ્યો ભાવવધારો ચૂકવવા છતાં રિક્ષાવાળાઓની મરજી ન હોય તો આપણને ગમે એટલી ઉતાવળ હોય તો પણ તેઓ આપણને આપણા સ્થળ સુધી પહોંચાડવા રાજી નથી હોતા. બધી રીતે કસ્ટમર સફર થતો હોવા છતાં રિક્ષાવાળાઓના મોં પર સંતોષ નથી દેખાતો હોતો.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK