આપણા વિચારો સ્વચ્છ તો આપણો દેશ સ્વચ્છ

Published: 7th November, 2014 05:31 IST

હવે સરકાર બદલાઈ તો પણ આપણા દેશમાં લાંચ લેનારા લોકોમાં કોઈ કમી આવી હોય એવું મને નથી લાગતું.



બિન્દાસ બોલ - સચિન ભાનુશાલી, વેપારી અને સમાજસેવક, મુલુંડ

સ્વચ્છ ભારતનો કન્સેપ્ટ ખૂબ વાઇડર લેવલ પર આપણે અમલમાં મૂકવાની જરૂર છે. ભ્રષ્ટાચાર પણ એક પ્રકારની ગંદકી જ છે. આપણે જ લાંચ લેવી નહીં અને લાંચ આપવી નહીં એવો નિયમ આપણા અને બીજા માટે બનાવીશું તો એનું પરિણામ ચોક્કસ આવશે. માત્ર સરકાર બદલવાથી કોઈ પરિણામ નહીં આવે. આપણે આપણામાં સારા ગુણો લાવીશું અને ખરાબ ગુણોને દૂર કરીશું તો ઑટોમૅટિકલી બધું સ્વચ્છ થતું જશે. પ્રામાણિકતા અને ઈમાનદારી પણ એક પ્રકારની સ્વચ્છતા જ છે. મારે એમ નથી કહેવું કે આ સ્વચ્છતા માટે પહેલાં અને આપણા દેશની બાહ્ય સ્વચ્છતા પર પછી ધ્યાન આપીએ, પરંતુ એમ ચોક્કસ કહેવા માગું છું કે એક વાર માટે દેશને આખેઆખો સ્વચ્છ બનાવી શકાશે, પરંતુ દેશના લોકોની માનસિકતા સ્વચ્છ બનાવવાનું કામ અઘરું છે. દેશવાસીઓના વિચારોને સ્વચ્છ કરવા અઘરા છે. એ કામ માટે દાયકાઓ જશે, કારણ કે વષોર્ની બીબાઢાળ વિચારશૈલીનો બહુ મોટો વર્ગ શિકાર બન્યો છે. દરેકે સાથે મળીને પ્રયત્નો કરીને હવે આ દિશામાં આગળ વધવું જોઈએ. મન અને વિચારોને સ્વચ્છ બનાવવાના પ્રયત્ન કરવા જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK