સ્વચ્છતા અભિયાનમાં તમારી વ્યક્તિગત ફરજ શું હોવી જોઈએ?

Published: 6th November, 2014 05:25 IST

૬૫ વર્ષથી દેશની હાલત એક અવાવરું ઘર જેવી થઈ ગઈ છે. જ્યાં કબૂતરોએ માળો કરી લીધો હોય, ચારે બાજુ જાળાં લાગેલાં હોય અને ધૂળ-માટી સિવાય બીજું કંઈ હાથમાં ન આવે.


j k shah


બિન્દાસ બોલ - જિતેન્દ્ર કંચનલાલ શાહ, રિટાયર્ડ સિવિલ એન્જિનિયર, સાંતાક્રુઝ


કદાચ અત્યારે તો આપણી માનસિકતા પણ એવી થઈ ગઈ છે કે ક્યાંય પણ કચરો નાખી દેતાં અચકાતા નથી. એમાં આપણો દોષ નથી, વર્ષોથી આ જ માહોલમાં રહેવાને કારણે આપણી માનસિકતા એવી થઈ ગઈ હતી. જોકે હવે આ માનસિકતા બદલવી પડશે. અત્યારે નેતાઓથી લઈને ફિલ્મસ્ટાર પણ હાથમાં ઝાડુ લઈને સ્વચ્છતા અભિયાનનો હિસ્સો બની રહ્યા છે. ભલે કદાચ એ લોકો દેખાડા માટે આવું કરતા હોય, પરંતુ આપણે હકીકતમાં એ કરવાનું છે. આખા દેશને સ્વચ્છ બનાવવાની શરૂઆત આપણે આપણાથી અને આપણા પરિવારથી કરવાની છે. વ્યક્તિગત રીતે આપણે કે આપણાં બાળકો, આપણી સાથે સંકળાયેલા અને આપણું કહ્યું કરનારા લોકોને કમસે કમ આપણે દેશ બગાડવા નહીં જ દઈએ એટલી પ્રતિજ્ઞા તો લઈ જ શકીએને. આપણાં બાળકો ગંદકી કરતાં હોય તો એમને આપણે ન રોકી શકીએ? મારા પરિવારના ચાર લોકોની જવાબદારી તો હું લઈ જ શકુંને? હું અને મારો પરિવાર ગંદકી નહીં કરીએ અને સ્વચ્છ ભારતના મિશનને કમસે કમ મારું ઘર અને ઘરની આસપાસનું પરિસર સાફ રાખીને સહયોગ કરીશ, જો એટલું પણ નક્કી કરીએ તો આપણા દેશને આવનારાં પાંચ વર્ષમાં દુબઈ બનતાં દુનિયાની કોઈ તાકાત અટકાવી નહીં શકે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK