જનતાને મહારાષ્ટ્રમાં જોઈએ છે ગુજરાત મૉડલ

Published: 4th November, 2014 05:12 IST

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની શપથવિધિ થઈ ગઈ અને હવે બગડેલાં તમામ કાર્યો સુધારવાનો કે અધૂરાં કાર્યો હાથમાં લઈને પૂરાં કરવાનો વારો આવ્યો છે.


બિન્દાસ બોલ - જીરલ દેખતાવાલા, વેબ ઍપ્લિકેશન ડેવલપર, મલાડ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની શપથવિધિ થઈ ગઈ અને હવે બગડેલાં તમામ કાર્યો સુધારવાનો કે અધૂરાં કાર્યો હાથમાં લઈને પૂરાં કરવાનો વારો આવ્યો છે. આજે પ્રત્યેક નાગરિક મહારાષ્ટ્રને ગુજરાત જેવું મૉડલ રાજ્ય બનાવવા ઇચ્છે છે. એક વખતે ગુજરાત ઇલેક્ટિÿસિટી ર્બોડ લૉસ કરતું હતું, પણ આજે ત્યાં એશિયાનો સૌથી મોટો સોલર પાવર પ્રોજેક્ટ છે જ્યાંથી ઇલેક્ટિÿસિટી જનરેટ થાય છે. જો ત્યાં થતી ચોરી પકડીને એને પ્રૉફિટ-મેકિંગ બનાવ્યું તો મહારાષ્ટ્રમાં કેમ નહીં. વળી ગુજરાતમાં તાતા અને મારુતિ જેવા પ્રોજેક્ટ્સ લાવી લોકો માટે રોજગાર ઊભા કરવામાં આવ્યા હતા તો એ જ કન્સેપ્ટ મહારાષ્ટ્રમાં લાવવામાં આવે તો મહારાષ્ટ્રના ભાંગી પડેલા ઉદ્યોગો ફરી ઊભા થાય અને ગુજરાત જેવી જાહોજલાલી અહીં પણ દૂર નથી. ગુજરાતમાં ઉદ્યોગ શરૂ કરવા લાંબીલચ પ્રોસીજર નથી, જ્યારે મહારાષ્ટ્રમાં વેપાર શરૂ કરવો હોય તો ગૂંચવણોનો પાર નથી. એક જમાનામાં આત્મહત્યા કરનારા ગુજરાતના ખેડૂતો પણ આર્ટિફિશ્યલ પાણીની વ્યવસ્થાના સૉલ્યુશનને કારણે સમૃદ્ધ થયા છે. ટ્રાન્સર્પોટેશનને લગતી સુવિધા હોય કે લોકલ બૉડી ટૅક્સને લગતો મુદ્દો, દરેક બાબતનું સૉલ્યુશન ગુજરાત જેવું થાય તો મહારાષ્ટ્રનો વિકાસ તેમ જ સુખ-શાંતિ અને સમૃદ્ધિ દૂર નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK