શરીરસુખ જ નહીં હોય તો મેળવેલી સક્સેસ કેવી રીતે ભોગવી શકાશે?

Published: 29th October, 2014 05:21 IST

આજના હરણફાળ ભરતા યુગમાં કૉમ્પિટિશન લેવલ વધી રહ્યું છે. સારામાં સારું એજ્યુકેશન જરૂરી છે અને એ માટે પેરન્ટ્સ પણ આકાશ-પાતાળ એક કરે છે.



બિન્દાસ બોલ - નિશા મયૂર શાહ, દહિસર

કૉલેજ ઉપરાંત ક્લાસિસ અને ટ્યુશનનો સહારો લેવામાં આવે છે. અનેક ઇતર પ્રવૃત્તિઓ પણ થાય છે, પણ માનસિક વિકાસની સાથે બાળકોના શારીરિક વિકાસ પર ક્યાં ધ્યાન આપવામાં આવે છે? આજનો સ્ટુડન્ટ સતત માનસિક તાણમાં જ રહે છે. સ્કૂલ કે કૉલેજ પત્યા પછી તે છ-છ કલાકના ક્લાસિસમાંથી નવરો જ નથી થઈ શકતો. માથા પર નૉલેજને બદલે માર્ક્સ મેળવવાનું ટેન્શન અને ખભા પર પુસ્તકોના ખડકલાનો બોજ લઈને દોડતો જ રહે છે. એજ્યુકેશન જરૂરી છે અને એને પરિણામે તે એક ચોક્કસ સક્સેસ લેવલ પર પણ પહોંચે છે. સારામાં સારી પોસ્ટ કે શ્રેષ્ઠ અચીવ કરવામાં આજની પેઢી કદાચ પાછળ નહીં જ રહે એની ખાતરી છે, છતાં આખા દિવસની કવાયત બાદ માનસિક અસરની સાથે સતત હાડમારીમાં એ લોકોને સરખો પૌષ્ટિક ખોરાક ખાવાનો સમય ક્યાં મળે છે? કહેવત છે કે ‘પહેલું સુખ તે જાતે નર્યા’. તમે સક્સેસની ટોચ પર હો પણ હેલ્ધી ન હો તો એ તમામ સુખ મેળવ્યાનો કે ભોગવવાનો આનંદ ક્યાંથી હોય? દુનિયાનાં તમામ સુખ ભોગવવા સૌથી પહેલાં તંદુરસ્ત હોવું અને ‘હેલ્થ ઇઝ વેલ્થ’ સૂત્રને ગાંઠે બાંધી રાખવું જરૂરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK