આપણી એજ્યુકેશન સિસ્ટમમાં સ્માર્ટ સ્ટડીનો કન્સેપ્ટ લાવવો જરૂરી

Published: 28th October, 2014 05:20 IST

ટેક્નૉલૉજીને લીધે દુનિયા આગળ વધી રહી છે અને અનેક બદલાવ આવી રહ્યા છે, પણ આપણી શિક્ષણવ્યવસ્થામાં અને ખાસ કરીને બાળકોના બોજામાં કોઈ ફરક નથી આવ્યો.
બિન્દાસ બોલ - કલ્પેશ વાઘેલા, આર્ટ-ટીચર, બોરીવલી


આજે ભણવા જતાં બાળકો પોતાની પીઠ પર મણ-મણનો બોજો ઉઠાવીને જઈ રહ્યાં છે. આ સમસ્યાનું કોઈ નિવારણ જ નથી? બોજ તળે દબાયેલું બાળક અભ્યાસમાં મન પરોવતાં પહેલાં જ શારીરિક પીડાનો ભોગ બની બેસે તો નૉલેજ મેળવવાનો આનંદ ક્યાંથી મેળવી શકે? ઍક્ચ્યુઅલી તો સ્કૂલમાં જતાં બાળકો માટે પુસ્તકોનો ખડકલો ઊંચકવાને બદલે

ટેક્સ્ટ-બુક્સના બે સેટ હોવા જરૂરી છે. એક સેટ ઘરમાં રહે અને બીજો સ્કૂલમાં રહેવો જોઈએ. પચાસ છોકરાઓનાં તમામ પુસ્તકોનો સેટ ક્લાસમાં ઊભા કરેલા એક મોટા કબાટમાં સમાઈ શકે એમ છે. એને લીધે પુસ્તક ભૂલી જવાને લીધે ટીચરના ઠપકાથી પણ બાળક બચી શકે છે. વળી આજે મોટા ભાગની સ્કૂલોમાં વર્કશીટ સિસ્ટમ થઈ ગઈ છે એટલે નોટબુકોનો બોજો પણ એ રીતે ઓછો થઈ શકે. કમ્પ્યુટરના જમાનામાં પાઠuપુસ્તક પર વેબસાઇટની માહિતી હોય તો બાળકો પુસ્તકને બદલે કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે અને ફૉન્ટ્સ મોટા કરી સ્માર્ટ વાંચન પણ કરી શકે. આપણી એજ્યુકેશન સિસ્ટમમાં સ્માર્ટ સ્ટડીનો કન્સેપ્ટ લાવવો જરૂરી છે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK