સફાઈ-કર્મચારીઓને તેમનો માલિકીહક આપવામાં આવે તો નવું વર્ષ ફળે

Published: 27th October, 2014 05:39 IST

એજ્યુકેશન બાબતે આજે સમાજનો પ્રત્યેક વર્ગ જાગૃત થયો છે અને એમાંથી સફાઈ-કામદાર વર્ગ પણ બાકાત નથી.બિન્દાસ બોલ - અમૃતલાલ ખુમાણ, સિનિયર સિટિઝન, તુલસીવાડી

એમની અત્યારની અને આવનારી પેઢી અભ્યાસનું મહત્વ સમજી ચૂકી છે છતાં ગમે એટલું સારું ભણેલો સફાઈ-કામદારનો દીકરો ભણી-ગણીને છેવટે તો ઝાડુ જ મારે છે. આ સમસ્યાનો અંત કેમ નથી આવતો? આજે સુધરાઈએ આપેલી એકમાત્ર ખોલી બચાવવા સફાઈ-કામદારો પરંપરાગત રીતે પેઢી દર પેઢી આ કામ કરતા રહે છે. તાજેતરમાં બીજી ઑક્ટોબરે ગાંધીજયંતી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી. જોકે એ પહેલાં આશરે છેલ્લાં સો વરસથી અને ખાસ કરીને છપ્પનિયા દુકાળ પછી તો સૌરાષ્ટ્રનાં ખૂણેખાચરેનાં ગામોમાંથી અનેક લોકો મુંબઈ આવીને વસ્યા છે. આ લોકોને બ્રિટિશ સરકારે સફાઈનું કામ આપવાની જવાબદારી સાથે રહેવા માટે ઘર આપ્યાં હતાં. એ વખતે સફાઈનું નાનુંમોટું બધું કામ તેઓ જ કરતા. છતાં છેલ્લાં ૬૦ વર્ષથી તેઓ જે ખોલીમાં રહે છે એના તેઓ હકદાર નથી કહેવાતા. આનો હલ શું? આજે સ્વચ્છતાના આગ્રહી ગાંધીજીની જયંતીના દિવસે આ અભિયાન શરૂ થયું જ છે તો એના ઉત્તમ ફળ સ્વરૂપે સુધરાઈ તરફથી મળેલી રૂમ સફાઈ-કર્મચારીઓને કાયમી ધોરણે તેમના માલિકીહક તરીકે આપી શકાય તો ખરેખર એ તમામ માટે આ નવું વર્ષ ફળે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK