મોબાઇલ કંપનીઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોનો ભરપૂર ફાયદો ઉઠાવી રહી છે

Published: 22nd October, 2014 04:57 IST

ટેલિફોન કંપની દ્વારા મોબાઇલ ડેટાના ભાવ સખત વધારી દેવામાં આવ્યા છે. ઇન્ટરનેટ પૅક ઓછા રૂપિયામાં મળતો હતો એના પૈસા તો વધારવામાં આવ્યા પણ જીબી પણ ઘટાડતા ગયા.બિન્દાસ બોલ - ઉમેશ દુબલ, બેરિંગ સપ્લાયર, વસઈ

વળી પાછો વેલિડિટી પિરિયડ ૨૮ દિવસ, ૧૪ દિવસ અને ૭ દિવસનો કરી દીધો. એનું શું કારણ? આપણે પણ આંખ બંધ કરીને આડેધડ ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છીએ અને મોબાઇલ કંપનીઓ એનો ફાયદો ઉઠાવી રહી છે. તેઓ જાણે છે કે લોકો ઊંઘે છે અને અવાજ ઉઠાવનારું કોઈ છે જ નહીં. આપણે પ્રિપેડ કાર્ડ ભરાવીએ ત્યારે એક કૉલ પૂરો થતાં તમારું બૅલૅન્સ કેટલું રહ્યું એવો મેસેજ દેખાડાય છે તો પછી ઇન્ટરનેટના વપરાશમાં કેટલો ડેટા યુઝ થયો એની જાણ છેક છેલ્લે જ્યારે તમારો ડેટા ફક્ત ૧૦ કે ૧૫ ટકા બાકી રહ્યો હોય ત્યારે કેમ દેખાડવામાં આવે છે? જો યુસેજનો ખયાલ ન રહે અને ડેટા પ્લાન પૂરો થયા પછી વપરાશ રહે તો દર કેબીએ જે ભાવ છે એ એટલો મોંઘો પડે છે કે તમારા ૧૨ વાગી જાય. વળી આ બાબતે કંપનીને કૉલ કરીએ તો તરત જ તેમની ‘એક નંબર ઘુમાઓ’ પછી ‘દો નંબર ઘુમાઓ’ એવી ઇન્ફર્મેશન આપતી રેકૉર્ડ વાગતી રહે અને આ નંબર વચ્ચે ઘૂમતા રહીને આપણા સમયની બરબાદી થાય છે, પણ આ કૉલ્સ પણ ચાર્જેબલ હોવાને લીધે પૈસા ગુમાવવાનું નુકસાન અલગથી. આજે રોજના ૧૦ રૂપિયાનો પણ એક ગ્રાહક ઇન્ટરનેટનો ઉપયોગ કરતો હોય તો એ હિસાબે લાખો લોકોનો હિસાબ માંડીએ તો રકમ કેટલે પહોંચે? એ લોકોને સબક શીખવવા કમસે કમ એક દિવસ તો ઇન્ટરનેટના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK