આપબળે આગળ આવેલા નરેન્દ્ર મોદી દેશની સિકલ બદલશે એવી આશા છે

Published: 21st October, 2014 05:04 IST

મહારાષ્ટ્રમાં BJPને ૧૨૨ સીટ મળી છે અને મેજોરિટી માટે ૨૩ જેટલી સીટ ખૂટે છે.



બિન્દાસ બોલ - નિરંજન ઝંડાણી, સિનિયર સિટિઝન, અંધેરી

હવે જોવાનું એ છે કે એ NCP સાથે હાથ મિલાવે છે કે પછી શિવસેના સાથે ગઠબંધન કરે છે. ૨૪ વર્ષ પહેલાં મળેલી ૧૦૪ સીટ પછી આજે BJPને મહારાષ્ટ્રમાં આટલી સીટ મળી છે. NCP કોઈ પણ શરત વગર સપોર્ટ આપવા તૈયાર છે, જ્યારે શિવસેનાને બહુમતી કરતાં અડધી સીટ મળી હોવા છતાં એની ડિમાન્ડ હજી એવી જ છે. આ જ લોકો ઇલેક્શન પહેલાં એકબીજા સામે પ્રહાર કરવાનું ચૂક્યા નથી કે નથી ઘસાતું બોલવામાં પાછું વાળીને જોયું. અત્યાર સુધી મહારાષ્ટ્ર પર હંમેશાં બાળાસાહેબનું વર્ચસ રહ્યું છે. મહારાષ્ટ્રમાં શિવસેના, NCP, કૉન્ગ્રેસનો હોલ્ડ રહ્યો હતો; પણ શિવસેના NCP અને કૉન્ગ્રેસની વચ્ચે ડિવાઇડ થઈ ગઈ. BJP અને શિવસેના વચ્ચે ગઠબંધન રહ્યું હોત તો કદાચ મેજોરિટી સીટ માટે ફટકો ન પડ્યો હોત. હવે વાત છે નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રને પણ ગુજરાત જેવું જ મૉડલ બનાવે છે કે નહીં એની. તેઓ પોતાના આપબળે આગળ આવ્યા છે.

વડા પ્રધાનનો આજે ચીન અને અમેરિકામાં જે રીતે પ્રભાવ પડ્યો છે અને તેમના નામનો ડંકો વાગી રહ્યો છે એ જોતાં આશા જાગે એ સ્વાભાવિક છે કે પછીનાં પાંચ વર્ષ પણ તેઓ સત્તા પર ટકી રહ્યા તો ચોક્કસ દેશની સિકલ બદલાશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK