Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પત્નીના માથા પર હથોડીથી વાર અને બે વર્ષના દીકરાનો પહેલા માળેથી ઘા

પત્નીના માથા પર હથોડીથી વાર અને બે વર્ષના દીકરાનો પહેલા માળેથી ઘા

19 October, 2014 04:54 AM IST |

પત્નીના માથા પર હથોડીથી વાર અને બે વર્ષના દીકરાનો પહેલા માળેથી ઘા

 પત્નીના માથા પર હથોડીથી વાર અને બે વર્ષના દીકરાનો પહેલા માળેથી ઘા




ભુલેશ્વરમાં એક વાસણના વેપારીએ તેની પત્ની અને બાળકને જાનથી મારવાની કોશિશ કરી હતી. આરોપી વેપારીની VP રોડ પોલીસે ધરપકડ કરી છે.





VP રોડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુરેશ કિલ્જેએ માહિતી આપી હતી કે ૩૪ વર્ષનો વાસણનો વેપારી મહેશ વાઘરી તેની પત્નીના ચારિhય પર શંકા કરતો હતો. ગઈ કાલે સાંજે લગભગ સાડાછ વાગ્યે તેણે તેની ૩૨ વર્ષની પત્ની સીતાના માથા પર હથોડીથી હુમલો કર્યો હતો અને તેના જમણા હાથની નસ કાપી નાખી હતી. આ જ સમયે તેણે તેમના બે વર્ષના પુત્રને પહેલા માળેથી નીચે ફેંકી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સીતા અને તેના પુત્રને થ્થ્ હૉસ્પિટલમાં દાખલ કર્યા હતાં, જ્યાં તેઓ સારવાર હેઠળ છે. મહેશ માનસિક રીતે અસ્વસ્થ છે એમ જાણવા મળ્યું છે. પોલીસે ભારતીય દંડસંહિતાની કલમ ૩૦૭ (હત્યાનો પ્રયાસ) હેઠળ મહેશ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2014 04:54 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK