મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીમાં અત્યારે મેલડિયસ ઍટમોસ્ફિયર છે

Published: 15th October, 2014 04:42 IST

પંચમદા અને લક્ષ્મીકાંત-પ્યારેલાલ આમ તો બન્ને કૉમ્પિટિટર કહેવાય, છતાં બન્ને વચ્ચે ક્યારેય હરીફાઈનું કોઈ વાતાવરણ નહોતું રહ્યું. બન્ને વચ્ચે સરસ દોસ્તી હતી.


shekhar


સ્પેશ્યલ કમેન્ટ - શેખર રવજીયાણી, મ્યુઝિક-કમ્પોઝર

પંચમદા અને લક્ષ્મીકાંત-પ્યારેલાલ આમ તો બન્ને કૉમ્પિટિટર કહેવાય, છતાં બન્ને વચ્ચે ક્યારેય હરીફાઈનું કોઈ વાતાવરણ નહોતું રહ્યું. બન્ને વચ્ચે સરસ દોસ્તી હતી. લક્ષ્મીકાંત-પ્યારેલાલના પ્યારેલાલ પાસે સાંભળ્યું છે કે અનેક વખત તેઓ સાથે બેસતા અને સાથે બેસીને મ્યુઝિકની ધૂનનું ડિસ્કશન કરતા એટલું જ નહીં, જરૂર પડે ત્યારે એકબીજાને હેલ્પ પણ કરતા. આ વાતાવરણને હું મેલડિયસ એન્વાયર્નમેન્ટ કહેવાનું પસંદ કરીશ. આજે પણ એવું જ વાતાવરણ બનતું જાય છે. બધાને પ્રોફેશન સાથે નહીં પણ રિલેશન સાથે આગળ વધવું છે. તમે જુઓ કે એક મ્યુઝિક-કમ્પોઝરના કમ્પોઝિશનમાં બીજો મ્યુઝિક-કમ્પોઝર ગીત ગાવા માટે જાય છે. વિશાલ દાદલાણી બીજાના કમ્પોઝિશનમાં ગાય છે. શંકર મહાદેવન બીજા માટે ગીત ગાવા માટે રેડી છે. આનાથી બેસ્ટ બીજું શું હોઈ શકે.

હું માનું છું કે આપણે ત્યાં જબરદસ્ત ટૅલન્ટ છે તો એ ટૅલન્ટનો મૅક્સિમમ ઉપયોગ થવો જોઈએ અને એને મૅક્સિમમ લોકો સુધી પહોંચાડવા માટે મૅક્સિમમ તક પણ મળવી જોઈએ. આપણે ત્યાં જેમ ટૅલન્ટ છે એવી જ રીતે મલ્ટિ-ટૅલન્ટેડ લોકો પણ છે જેનામાં ગીત લખવાની આવડત છે, મ્યુઝિક-કમ્પોઝિશનની સ્ટ્રેન્ગ્થ છે. બહુ સારું તે ગાય છે અને બહુ સારું પર્ફોર્મ પણ કરે છે. ટૅલન્ટ પર ક્યારેય કોઈની ઇજારાશાહી ન હોવી જોઈએ અને ઇજારાશાહી એસ્ટાબ્લિશ પણ ન કરવી જોઈએ. ટૅલન્ટ જેટલું વપરાય એટલો એનામાં નિખાર વધુ આવે. આ સનાતન સત્ય છે અને આ સત્યને હંમેશાં માનતા રહેવું જોઈએ.

ઇન્ડિયન મ્યુઝિકનું ફ્યુચર બહુ બ્રાઇટ છે. ઘણા ફરિયાદ કરે છે કે હવે વેસ્ટર્નાઇઝ થઈ ગયું છે પણ એવું નથી. હવેના મ્યુઝિકમાં બધી ફ્લેવર મળી રહી છે. યંગ જનરેશનને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે અને સાથોસાથ સોલફુલ મ્યુઝિકને પણ એમાં જગ્યા હોય છે. મ્યુઝિક હંમેશાં સિચુએશન અને સ્ટોરી-રિલેટેડ હોય. જો સ્ટોરીની જરૂરિયાત મુજબનું મ્યુઝિક ન હોય તો એ મ્યુઝિક સારું હોય તો પણ ઇર્રિટેટ કરે એટલે માત્ર મ્યુઝિકની બાબત પર ધ્યાન આપવાને બદલે ટોટલ-મૂવી પૅકેજ જોવું જોઈએ અને એમ છતાં હું એ વાત સાથે વળગેલો રહીશ કે ઇન્ડિયન મ્યુઝિકનું ફ્યુચર બ્રાઇટ છે અને ભવિષ્યમાં વધુ બ્રાઇટ બનશે. આગળ કહ્યું એમ જબરદસ્ત ટૅલન્ટ આપણી પાસે છે. એ ટૅલન્ટને એક્સપોઝ થવા માટેનાં માધ્યમો પણ હવે વધી ગયાં છે. એફએમ રેડિયો, ટીવી-ચૅનલ, મ્યુઝિક-ચૅનલ, ફિલ્મ, કૉન્સર્ટ. પહેલાં પણ આ બધાં માધ્યમો હતાં, પણ હવે એનો વ્યાપ વધ્યો છે, જેનો સીધો બેનિફિટ આર્ટિસ્ટને થઈ રહ્યો છે. થઈ રહેલા આ બેનિફિટને કારણે જ આજે આ ઇન્ડસ્ટ્રીમાં નવું ટૅલન્ટ આવતું રહે છે, જે બહુ જરૂરી પણ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK