બર્દવાનમાં બૉમ્બવિસ્ફોટ : જેહાદીઓ રાજકીય પક્ષોનો ઉપયોગ કરી રહ્યા છે

Published: 11th October, 2014 06:39 IST

અલ-કાયદા ભારતીય ઉપખંડમાં વિસ્તરવાની તૈયારી કરે છે એવી અયમાન અલ જવાહિરીની જાહેરાત પછી ને જેહાદીઓ જે રીતે આક્રમક બન્યા છે એ જોતાં કેન્દ્ર સરકાર ગાફેલ ન રહી શકે. રાજ્યોએ રાષ્ટ્રીય સુરક્ષાની બાબતમાં કેન્દ્રને સહયોગ કરવો જોઈએ. આનાથી દેશના ફેડરલ સ્ટ્રક્ચરને કોઈ નુકસાન પહોંચવાનું નથી


(કારણ-તારણ-રમેશ ઓઝા)


પશ્ચિમબંગાળમાં બર્દમાન શહેરમાં થયેલો બૉમ્બવિસ્ફોટ ચોંકાવનારો નથી, પરંતુ પશ્ચિમ બંગની મમતા બૅનરજીની સરકારનું એ પછીનું વલણ ચોંકાવનારું છે. બીજી ઑક્ટોબરે શહેરના એક મકાનમાં બૉમ્બવિસ્ફોટ થયો હતો જેમાં બૉમ્બ બનાવનારી બે વ્યક્તિનાં મોત થયાં હતાં અને એક વ્યક્તિને ઈજા થઈ હતી. એ મકાન શાસક તૃણમૂલ કૉન્ગ્રેસના સ્થાનિક નેતાની માલિકીનું હતું અને વ્પ્ઘ્ (તૃણમૂલ કૉન્ગ્રેસ)નું જિલ્લા કાર્યાલય પણ અહીંથી ચાલતું હતું. બૉમ્બવિસ્ફોટ થયા પછી મીડિયા ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં પાર્ટી-ઑફિસનું ર્બોડ હટાવી દેવામાં આવ્યું હતું અને દેખાવ એવો કરવામાં આવ્યો હતો કે એ મકાનને અને વ્પ્ઘ્ને કોઈ સંબંધ નથી. એ મકાનમાંથી મોટી સંખ્યામાં વોટર આઇડેન્ટિફિકેશનનાં ફૉર્મ મળી આવ્યાં હતાં.પ્રારંભમાં પશ્ચિમ બંગની સરકારે આ ઘટનાને બહુ મહત્વ નહીં આપવાનું વલણ અપનાવ્યું હતું. એ મકાન વ્પ્ઘ્ના મુસ્લિમ નેતાની માલિકીનું છે એ બહાર આવ્યા પછી ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મમતા બૅનરજીએ રાષ્ટ્રીય સુરક્ષા કરતાં પક્ષની આબરૂને વધારે મહત્વ આપ્યું હતું. જે ઘટનાને ગંભીરતાથી લેવી જોઈએ અને જેમાં ત્રાસવાદી નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે એની તપાસ થવી જોઈએ ત્યાં મમતા બૅનરજીની સરકારે મામૂલી સ્થાનિક ઘટના હોવાનું વલણ અપનાવ્યું હતું. શરૂઆતમાં મામૂલી ગણાયેલી
ઘટનાના તાણાવાણા ઉકેલવાનું મીડિયાએ અને સુરક્ષાવિષયક નિષ્ણાતોએ શરૂ કર્યું
હતું અને એની ગંભીરતા બતાવી આપી હતી. હવે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે બદર્‍વાનના બૉમ્બવિસ્ફોટની તપાસ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કરશે. રાજ્ય સરકારે NIAને મદદ કરવાનું વચન આપ્યું છે અને હવે આબરૂ બચાવવાની જગ્યાએ ગુમાવ્યા પછી કોઈ વિકલ્પ પણ નથી.

બદર્‍વાનમાં બૉમ્બવિસ્ફોટ થયો એના મહિના પહેલાં ચોથી સપ્ટેમ્બરે અલ-કાયદાના નેતા અયમાન અલ જવાહિરીએ એક વિડિયો-ટેપ રિલીઝ કરીને કહ્યું હતું કે અલ-કાયદા ભારતીય ઉપખંડમાં વિસ્તરવાની તૈયારી કરી રહ્યું છે. ભારતને મુસલમાનોના હાથમાંથી છીનવી લેવામાં આવ્યું એ પહેલાં ભારત મુસ્લિમવિશ્વનો હિસ્સો હતું અને અલ-કાયદા એને પાછું મેળવવા માગે છે. જવાહિરીએ આ માટે અલ-કાયદાની નવી શાખા ખોલવામાં આવી હોવાની અને પાકિસ્તાની જેહાદી અસીમ ઉમરની એના વડા તરીકે નિમણૂક કરવામાં આવી હોવાની જાહેરાત કરી હતી. તેમના નિવેદનમાં સૌથી મહત્વની વાત એ હતી કે અલ-કાયદા આ વખતે પાકિસ્તાનમાંથી નહીં પણ મ્યાનમાર અને બંગલા દેશમાંથી પ્રવૃત્તિ કરશે. અલ-કાયદાના ત્રાસવાદીઓ પૂવર્‍ તરફ નજર દોડાવી રહ્યા છે અને ફેલાવા માગે છે.

 અલ જવાહિરીની વિડિયો-ટેપ વિશે ખાસ્સી ચર્ચા થઈ હતી એટલે પશ્ચિમ બંગની સરકાર એનાથી અજાણ હોય એ શક્ય નથી અને જો એમ હોય તો એ આશ્ચર્યજનક છે. ભારતે હવે બંગાળ અને ઈશાન ભારતમાં વધારે સાબદા રહેવાની જરૂર છે. સમસ્યા એ છે કે બંગલા દેશ અને મ્યાનમાર સાથેની ભારતની સરહદ પોરસ છે અને એ ભૌગોલિક કારણે પોરસ રહેવાની છે. સ્વાભાવિકપણે ભારત કોઈ જોખમ ઉઠાવી ન શકે. બર્દમાનની ઘટનાની તપાસ NIAને સોંપવામાં આવી એનું મુખ્ય કારણ આ છે. એ કોઈ મામૂલી ઘટના હોય એમ નથી લાગતું. બૉમ્બ બનાવનારા લોકોમાંથી એક વ્યક્તિ બચી ગઈ છે એટલે ત્રાસવાદી નેટવર્કના તાણાવાણા હાથ લાગે એવી પૂરી શક્યતા છે. કેન્દ્ર સરકાર હાથ લાગેલી તક ન ગુમાવી શકે.

રાષ્ટ્રવિરોધીઓ અને ત્રાસવાદીઓ રાજકીય પક્ષોનો ઉપયોગ કરે છે એ જાણીતી વાત છે. તેઓ રાજકીય પક્ષમાં જોડાઈ જાય છે અથવા જેહાદીઓ રાજકીય પક્ષના નેતાને સાધે છે. રાજકીય પક્ષ દ્વારા તેઓ સ્થાનિક વહીવટી તંત્રમાં વગ વિસ્તારે છે અને એ રીતે તેમને પડદા પાછળ ત્રાસવાદી પ્રવૃત્તિ કરવાની અનુકૂળતા મળી જાય છે. જ્યાં બૉમ્બવિસ્ફોટ થયો એ મકાન વ્પ્ઘ્ના સ્થાનિક નેતાનું હતું અને તેની બદર્‍વાનમાં ખાસ્સી વગ હતી એટલે પ્રારંભમાં બદર્‍વાનની પોલીસે ઘટનાને અન્ડરપ્લે કરવાની કોશિશ કરી હતી. બીજું, એ મકાનમાંથી મોટી સંખ્યામાં વોટર આઇડેન્ટિફિકેશન ફૉર્મ મળી આવ્યાં એ પણ ઓછી ગંભીર બાબત નથી. બંગલાદેશીઓને, ખાસ કરીને બંગલાદેશી ઇસ્લામિસ્ટોને ભારતમાં ઘુસાડવાનું ષડ્યંત્ર ત્યાં ચાલતું હોવું જોઈએ.

મમતા બૅનરજીએ પ્રારંભમાં પક્ષીય વલણ અપનાવતાં પહેલાં આ વાતનું ધ્યાન રાખવું જોઈતું હતું. આખી દુનિયા વ્પ્ઘ્ની દુશ્મન છે અને વ્પ્ઘ્ને બદનામ કરવા કાવતરાં રચાઈ રહ્યાં છે એવી માનસિકતામાંથી તેમણે બહાર આવવું જોઈએ. હંમેશ મુજબ મમતાદીદીને આમાં ડાબેરીઓનો હાથ નજરે પડ્યો હતો અને બે-ચાર દિવસ ઉધામા મચાવ્યા હતા. બે વર્ષ પહેલાં એક યુવતી પર બળાત્કારની ઘટના બની ત્યારે પણ એ ઘટનાને કાયદો અને વ્યવસ્થાના પ્રfન તરીકે જોવાની જગ્યાએ ડાબેરીઓના કાવતરા તરીકે એને ખપાવીને મમતા બૅનરજીએ બદનામી વહોરી હતી. તેમણે એ યુવતી પર બદચરિત અને પબ્લિસિટીની ભૂખી હોવાના ઇશારા પણ કર્યા હતા. અત્યંત પ્રામાણિક મમતા બૅનરજી વિવેક નથી જાળવી શકતાં એ તેમની મર્યાદા છે. વાતે-વાતે ચિડાઈ જવાથી અને બીજા પર દોષારોપણ કરવાથી સ્થિતિ બદલાઈ નથી જતી એટલું તેઓ સમજતાં નથી.

અયમાન અલ જવાહિરીની જાહેરાત પછી અને જેહાદીઓ જે રીતે આક્રમક બન્યા છે એ જોતાં કેન્દ્ર સરકાર ગાફેલ ન રહી શકે. રાજ્યોએ રાષ્ટ્રીય સુરક્ષાની બાબતમાં કેન્દ્રને સહયોગ કરવો જોઈએ. એનાથી દેશના ફેડરલ સ્ટ્રક્ચરને કોઈ નુકસાન પહોંચવાનું નથી. પક્ષીય રાજકારણ તો દૂર જ રાખવું જોઈએ. આપણું રાજકારણ એવું છે કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેઓ રાષ્ટ્રીય સુરક્ષાના મામલામાં ફેડરલિઝમના નામે રાજકીય સ્વાર્થ માટે કેન્દ્રને સહયોગ નહોતા કરતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK