વોટ આપતા પહેલાં એક વાર મુંબઈ જોશો તો સમજાઈ જશે

Published: 11th October, 2014 06:20 IST

ઇલેક્શનનું કૅમ્પેન અત્યારે જોરમાં છે અને દરેક પાર્ટી અત્યારે પોતાનાં ગુણગાન ગાય છે. મીડિયા પર્સન તરીકે હું માનું છું કે આ જગ્યાએથી કોઈ એક પાર્ટીની વાત ન જ કરવી જોઈએ.


(સ્પેશ્યલ કમેન્ટ-ચેતન ભગત લેખક)

સાથોસાથ એ પણ માનું છું કે ઍટ લીસ્ટ બે ઍડ્વાઇઝ તો રીડરને આપવી જ જોઈએ. પહેલી ઍડ્વાઇઝ એ કે વોટિંગ કરવા માટે ભૂલ્યા વિના જજો. વોટ આપવો જ જોઈએ. જો વોટ આપ્યો હોય તો હકપૂર્વક સુવિધા અને સગવડ માટે કહી શકશો. બાકી ગવર્નમેન્ટ પાસે સુવિધા અને સગવડ માગવાનો આપણને કોઈ રાઇટ નહીં રહે.

આપણે વોટિંગ વધવાના ફિગર જોઈને ખુશ થતા હોઈએ છીએ. લાસ્ટ ટાઇમ લોકસભાના ઇલેક્શનમાં ૫૦, ૬૦ અને ૭૦ ટકાનું વોટિંગ થયું એટલે આપણે બહુ ખુશ હતા. ટીવી અને ન્યુઝપેપરોમાં હેડલાઇન પણ બની હતી કે લોકોએ મોટી માત્રામાં વોટિંગ કર્યું, પણ એ ખુશી વચ્ચે એ વાત ક્યાંય આંખ સામે આવી નહીં કે જે બાકી રહ્યા એ લોકો વોટિંગ કરવા માટે શું કામ બહાર ન આવ્યા. હું માનું છું કે વોટ કરવો એ અધિકાર છે એવી જ રીતે વોટ આપવો એ નિયમ પણ હોવો જોઈએ. જો સેલ્ફ-ડિસિપ્લિનના ભાગરૂપે આ નિયમને પાળવામાં આવે તો આ દેશનું શાસન અનેક રીતે પ્રૉપર વેથી ચાલે એવું કહી શકાય.
એ વાત સાથે તો હું બિલકુલ સહમત છું કે ગવર્નમેન્ટમાં ક્લૅરિટી હોવી જોઈએ. બે-ચાર કે સાત પાર્ટી વચ્ચે સરકાર બનાવવાની વાત આવે તો એ સરકારનો સમય દેશ ચલાવવાને બદલે પાર્ટીના ગઠબંધનને સાચવવામાં જ વધુ પસાર થાય. ઇલેક્શન આવે ત્યારે સામાન્ય રીતે પૉલિટિક્સ રમાતું હોય છે, પણ જો મિક્સ ગવર્નમેન્ટ બને તો એ ઇલેક્શન દરમ્યાનનું પૉલિટિક્સ સતત ચાલુ રહે છે. એવું ન થાય એ માટે પણ ક્લિયર મૅજોરિટી સાથેની ગવર્નમેન્ટ બને એ વધુ હિતાવહ છે અને એ જોવાની જવાબદારી વોટર્સની છે.


ઍડ્વાઇઝ બીજી. કંઈ પણ કરો, કોઈને પણ વોટ આપો; પણ વોટ આપતા પહેલાં તમારા મુંબઈને એક વાર જોઈ લેજો.મુંબઈનું જે ડેવલપમેન્ટ થવું જોઈએ એ થયું નથી અને આ વાત કોઈ પણ સ્વીકારવા તૈયાર હશે. મુંબઈના ડેવલપમેન્ટમાં શું તકલીફો પડી હશે અને મુંબઈના ડેવલપમેન્ટને ઝડપી બનાવવા શું પગલાં લેવામાં મોડું કરવામાં આવ્યું છે એ પણ સમજી શકાય છે. દેશની આર્થિક રાજધાની કહેવાતી મુંબઈની સામે અન્ય ડેવલપ્ડ કન્ટ્રીના ફાઇનૅન્શિયલ કૅપિટલને જુઓ તો દેખાશે કે મુંબઈ હજી બહુ પછાત છે. મુંબઈમાં આજનો જે કોઈ ગ્રોથ છે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપવાની જરૂર છે તો પૉલ્યુશન જેવા પૉઇન્ટ પણ મેજર છે. વોટિંગ કરતી વખતે કોઈ કમ્યુનિટી કે વ્યક્તિને આંખ સામે રાખવાને બદલે તમે તમારા સિટીને આંખ સામે રાખશો તો પણ સમજાશે કે વોટ કોને આપવો જોઈએ અને શું કામ આપવો જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK