ભારતના વળતા જવાબ પછી દસ દિવસે સરહદે શાંતિ

Published: 11th October, 2014 04:48 IST

નવ દિવસના સતત ગોળીબાર બાદ ભારત તરફથી યોગ્ય વળતો જવાબ મળવાથી જ્મ્મુ અને કાશ્મીર સરહદે ગઈ કાલે શાંતિ પ્રવર્તતી હતી. જમ્મુ ઝોનના ડિવિઝનલ કમિશનર શાંત મનુએ જણાવ્યું હતું કે ‘જમ્મુ, કઠુઆ અને સાંબા જિલ્લામાં પાકિસ્તાન તરફથી કોઈ ગોળીબાર થયો હોવાના અહેવાલ નથી. શુક્રવારનો દિવસ શાંતિપૂર્ણ રહ્યો હતો. આશરે ૩૨,૦૦૦ લોકોને શેલ્ટર-કૅમ્પોમાં લઈ જવામાં આવ્યા છે અને તકેદારીના પગલારૂપે તેમને થોડા દિવસ ત્યાં જ રાખવામાં આવશે.’

સાથી હાથ બઢાના : પાકિસ્તાન દ્વારા થતા ફાયરિંગને કારણે સરહદ પરનાં ગામોના લોકોને આર. એસ. પુરાના શેલ્ટર-હોમમાં રાખવામાં આવ્યા છે જ્યાં ગઈ કાલે તેઓ ભોજન તૈયાર કરતા હતા (ડાબે). આર. એસ. પુરાની એક સરકારી કૉલેજમાં સરહદ પરના ગામના લોકોને આશરો આપવામાં આવ્યો છે.


ગુરુવારે રાત્રે લગભગ આઠ વાગ્યે પાકિસ્તાની રૅન્જર્સે કઠુઆ જિલ્લામાં હીરાનગર સેક્ટરમાં બૉર્ડર સિક્યૉરિટી ર્ફોસની આઉટપોસ્ટ પર લગભગ ૨૦ મિનિટ સુધી ગોળીબાર કયોર્ હતો. ત્યાર બાદ પાકિસ્તાન તરફથી ગોળીબારની કોઈ ઘટના બની નથી. એમ છતાં આર્મીના જવાનો સરહદ પર ચોવીસે કલાક પહેરો રાખી રહ્યા છે.

ભારત ભ્રમમાં ન રહે : નવાઝ શરીફ

ઇસ્લામાબાદમાં પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની એક ઉચ્ચ સ્તરની બેઠકમાં પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે ભારતને ચેતવણી આપતાં કહ્યું હતું કે પાકિસ્તાનની શાંતિની ઇચ્છા હોવા છતાં ભારત કોઈ ભ્રમમાં ન રહે. આંતરરાષ્ટ્રીય સીમા અને નિયંત્રણરેખાનું ભારતે સન્માન કરવું જોઈએ અને તત્કાળ ગોળીબાર બંધ કરવો જોઈએ.

અસરગ્રસ્ત લોકોને વળતર મળશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના ગોળીબારથી અસરગ્રસ્ત લોકોને વળતર આપવાની ઘોષણા કરી હતી. આ વળતરની વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે એમ પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ (PMO) તરફથી જણાવવામાં આવ્યું હતું. પહેલી ઑક્ટોબરથી પાકિસ્તાન તરફથી આત્યાર સુધીના સૌથી ગંભીર ગોળીબારમાં લગભગ ૩૦,૦૦૦ લોકોએ સ્થળાંતર કરવું પડ્યું છે. પાકિસ્તાની રૅન્જર્સે સરહદ નજીક આવેલા જમ્મુ, સાંબા અને કઠુઆ જિલ્લાનાં ૧૩૦થી વધુ ગામો અને ૬૦ બૉર્ડર આઉટપોસ્ટ પર ગોળીબાર કર્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK