પાર્ટી-સૉન્ગ્સની ડિમાન્ડ વધી છે, પણ લાઇફ તો મેલડી મ્યુઝિકની રહેશે

Published: 10th October, 2014 05:56 IST

છેલ્લાં ચાર-પાંચ વર્ષથી મ્યુઝિક-કલ્ચરમાં એક ચેન્જ આવ્યો છે અને હવે પાર્ટી-સૉન્ગ્સનું પ્રમાણ વધ્યું છે, પણ આ પ્રમાણ વધવાનું કારણ ડિમાન્ડ છે અને ડિમાન્ડ વધી છે એટલે પાર્ટી-સૉન્ગ્સ બનવાની ક્વૉન્ટિટી વધી છે અને મેલડિયસ કે સોલ-ફુલ સૉન્ગ્સ બનવાનું ઓછું થયું છે.સ્પેશ્યલ કમેન્ટ - પાર્થિવ ગોહિલ, પ્લેબૅક સિંગર

જોકે ડિમાન્ડ ભલે અત્યારે પાર્ટી-સૉન્ગ્સની હોય, હકીકત એ છે કે એ સૉન્ગ્સની લાઇફ પાર્ટી જેવી એટલે કે ટૂંકી જ હોય છે. અગાઉ પણ એવાં સૉન્ગ્સ બનતાં જે આજે આપણને યાદ પણ નથી, પરંતુ અગાઉનાં મેલડિયસ સૉન્ગ્સ આજે પણ આપણને યાદ છે. એવું જ અત્યારે પણ થવાનું છે. ભલે ઢીનચાક-ઢીનચાક સૉન્ગ્સ થોડી વાર માટે બહુ ગમે, પણ હકીકત તો એ છે કે મનને અને કાનને શાંતિ તો સ્લો સૉન્ગ્સ જ આપવાનાં છે. એ સૉન્ગ્સ બનતાં હોય છે ત્યારે એ લોકોને ગમશે કે નહીં એ વાતનું ટેન્શન હોય છે અને એ પછી પણ એવાં સૉન્ગ્સ વિશ્વાસથી બનાવવામાં આવે છે અને લોકોને એ ગમે પણ છે જ. હમણાં ‘રામ-લીલા’માં ‘લાલ ઇશ્ક...’ સૉન્ગ હતું જે શરૂઆતમાં બધાને ધીમું લાગ્યું, પણ એ પછી એ સૉન્ગ બહુ પૉપ્યુલર થયું. ‘આશિકી ૨’નું ‘હમ તેરે બિન કહી રહ નહીં સકતે...’ પણ સ્લો સૉન્ગ છે, મેલડી કૅટેગરીનું સૉન્ગ છે અને સુપરહિટ થયું છે.

પાર્ટીનો મૂડ ચોવીસ કલાક નથી રહેતો, પણ શાંતિ માણસને હંમેશાં જોઈતી હોય છે. આ જ વાત ગીત સાથે પણ લાગુ પડે છે. પાર્ટીનો મૂડ હોય એટલી મિનિટો સુધી પાર્ટી-સૉન્ગ્સ ગમે, પણ પછી તો મનને શાંતિ જોઈતી હોય છે અને જે સમયે શાંતિ જોઈતી હોય એ સમયે કર્ણપ્રિય સૉન્ગ સૌથી પહેલાં યાદ આવે અને એ આજે પણ બની જ રહ્યાં છે. એની ક્વૉન્ટિટી ઘટી છે એ સાચું છે, એ બનાવનારાઓ ઓછા થયા છે એ પણ સાચું છે અને ફિલ્મમાં મેલડી મ્યુઝિક હોવું જોઈએ એવી ડિમાન્ડ રાખનારા મ્યુઝિક-ડિરેક્ટર કે ડિરેક્ટર પણ ઓછા થયા છે એ પણ એટલું જ સાચું છે; પરંતુ હકીકત એ છે કે લોકોને આજે પણ એ જ મ્યુઝિક જોઈએ છે જે તેમને શાંતિ આપે છે.

હું મેલડી મ્યુઝિક કે લૉન્ગ લાઇફ મ્યુઝિક કરવા માગું છું. બહુ સ્પષ્ટ વાત છે કે મારે કોઈ પણ સૉન્ગ નથી ગાવું. બૉલીવુડ મ્યુઝિક કરવું છે, હિન્દી ફિલ્મોમાં ગીતો ગાવાં છે; પણ એવું મ્યુઝિક કરવું છે જેની સાથે નામ જોડાયા પછી મને પણ સંતોષ થતો હોય કે આ ગીત મેં ગાયું છે. સંતોષ બહુ મહત્વનો છે. તમે માનશો નહીં પણ મારી પાસે અત્યારે હિન્દી ફિલ્મનું એક પણ ગીત નથી અને આ નથીનું કારણ એ છે કે મારે જે ગાવું છે, મારે જેવું કામ કરવું છે એવું કામ નથી આવી રહ્યું એટલે મારી પાસે એ ગીતોનું કામ નથી. કામ મન ખાતર કરવાનું હોય, સંતોષ ખાતર કરવાનું હોય; નહીં કે કામ આવડે છે એટલે કરી લેવાનું હોય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK